રાજકોટ તા.23
જસદણના બોઘરાવદરની સીમમાં રાજકોટના વેપારી ધર્મેશ પટેલની વાડીએ જુગાર રમતા રાજકોટની ઈમીટેશન અને ચાંદીના વેપારીઓને ભાડલા પોલીસે દબોચી રૂા.27900ની રોકડ કબ્જે કરી હતી.
દરોડાની વિગત અનુસાર ભાડલા પોલીસ મથકના પીએસઆઈ આર.એસ. સાંકળીયા ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે જસદણના બોઘરાવદર ગામમાં સીમ વિસ્તારમાં ખેતર ધરાવતા રાજકોટના ધર્મેશ દિનેશ રામાણીની વાડીએ જુગાર રમાય છે તેવી ચોકકસ બાતમીની આધારે સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા ધર્મેશ દિનેશ રામારી (ધંધો ઈમીટેશન) (ઉ.32) રાજેશ જસમત ઢોલરીયા (ઉ.37) ધંધો ઈમીટેશન, હિરેન, ગોરધન ડોબરીયા (ઉ.36) (ધંધો ઈમીટેશન), કેયુર કાંતી ઠુમ્મર (ઉ.33) (ધંધો ઈમીટેશન), ચેતન માધવજી નંદાણી (ઉ.43) ધંધો ચાંદીકામ, (રહે. તમામ રણછોડનગર મેઈન રોડ, રાજકોટ) અને કૃણાલ લલીત રૈયાણી (ઉ.38) ધંધો વેપાર રે. કુવાડવા રોડ, ડી માર્ટ પાસે જય શકિત પાર્ક શેરી નં.1, ને દબોચી રૂા.27870ની રોકડ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.