દેશભરમાં GSTમાં સમાન ઓડીટ સીસ્ટમ આવશે

23 January 2023 03:45 PM
Business
  • દેશભરમાં GSTમાં સમાન ઓડીટ સીસ્ટમ આવશે

આડકતરા વેરાના સૌથી મોટા સ્ત્રોતમાં છીંડા પૂરવા પ્રયાસ : કેન્દ્ર અને રાજયના જીએસટી માટે એક જ પદ્ધતિ: ઓડીટરની જવાબદારી પણ નિશ્ચીત થશે

નવી દિલ્હી: દેશમાં પાંચ વર્ષ અગાઉ લાગુ કરાયેલા ગુડસ એન્ડ સર્વિસ ટેક્ષ (જીએસટી)માં વ્યાપક રીતે બોગસ બિલીંગ તથા ખોટી રીતે ઈનપુટ ટેક્ષ ક્રેડીટ લેવાતા હજારો કરોડના નાણાની ઉચાપત થાય છે તે તમામ છીંડા પુરવા હવે એક બાદ એક સીસ્ટમ અને સોફટવેરમાં અપગ્રેડેશનની કવાયત હાથ ધરવામાં આવી છે

જેમાં આગામી નાણાકીય વર્ષની જીએસટીમાં દેશભરમાં કેન્દ્ર અને તમામ રાજયો એક સમાન જીએસટી ઓડીટ સીસ્ટમ અપનાવશે. જીએસટી કાઉન્સીલની બેઠકમાં આ નવા ઓડીટ એન્યુઅલને મંજુરી આપવામાં આવી છે અને હવે તે આ વર્ષના અંત સુધીમાં લાગુ કરી દેવામાં આવશે જે એપ્રિલ 2023 થી શરૂ થતા નવા નાણાકીય વર્ષમાં અસર કરે છે. આ માટે કેન્દ્ર અને રાજયો એક સમાન કાર્યપદ્ધતિ અપનાવશે જેના કારણે દેશભરમાં તેનું ઓડિટ કરવું સરળ બની જશે. જીએસટી ઓડીટ વિભાગ દ્વારા આ માટે વેચાણના જે આંકડા સુધારાયા હોય,

જે વેરો ચૂકવાયો હોય તથા જે ટેક્ષ ક્રેડીટ કે રીફંડ લેવાયા હોય તેને ક્રોસ ચેકીંગથી આવરી લેવાશે. આ ઉપરાંત તેમાં ઓડિટરની જવાબદારી પણ નિશ્ચીત કરવામાં આવશે. ઉપરાંત એક કોમન જીએસટી ઓડિટ મેન્યુઅલ બનાવાશે.જેનાથી વ્યાપારી વર્ગને પણ રાહત થશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેકટ ટેક્ષ દ્વારા હાલમાં જ એક નવી માર્ગરેખા પણ નિશ્ચીત થઈ છે. જેમાં નાના કરદાતાના વ્યાપાર-ધંધાના સ્થળે અધિકારીએ જવાના બદલે જે દસ્તાવેજો રજૂ થયા હોય તેના આધારે નિર્ણય લેવા જણાવાયું છે.


Related News

Advertisement
Advertisement
Advertisement