શેરબજારમાં તેજીનો ચમકારો : સેન્સેક્સમાં 300 પોઈન્ટનો ઉછાળો

23 January 2023 05:33 PM
Business India
  • શેરબજારમાં તેજીનો ચમકારો : સેન્સેક્સમાં 300 પોઈન્ટનો ઉછાળો

બેંક, આઈટી સહિતના હેવીવેઈટ શેરોમાં કરન્ટ : યશ બેંક તુટયો

રાજકોટ તા.23 : મુંબઈ શેરબજારમાં આજે તેજીનો ચમકારો જોવા મળ્યો હતો અને સેન્સેક્સમાં 300 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો. બેન્ક સહિતના હેવીવેઈટ શેરો લાઈટમાં હતા. શેરબજારમાં આજે માનસ સુધારાનું હતું વોલસ્ટ્રીટમાં તેજી પછી આજે એશીયન માર્કેટો પણ પોઝીટીવ રહેતા ઘરઆંગણે માનસ પ્રોત્સાહક બન્યુ હતું.

વિદેશી નાણાં સંસ્થાઓએ ગત શુક્રવારે 2 હજાર કરોડથી વધુ રકમના શેરો ફુંકી મારી હોવા છતા તેને ડીસ્કાઉન્ટ કરી દેવામાં આવ્યા હતા. વૈશ્વિક મંદી છતા ભારતને ખાસ અસર નહીં થવાના રીપોર્ટથી રાહત હતી જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે માર્કેટ આગામી સપ્તાહમાં રજુ થનારા બજેટ પર જ મીટ માંડી રહયુ છે. ખાસ ક2ીને 2024મી ચૂંટણીને ધ્યાનમાં રાખીને બજેટ આવે છે કે અર્થતંત્ર તથા આર્થિક સુધારાઓને લક્ષમાં રાખવામાં આવે છે તેના પર મીટ છે આવક્વેરા કેપીટલ ગેઈન ટેક્સ વગેરેમાં કેવાક બદલાવ આવે છે તે મહત્વનું બનશે.

શેરબજારમાં આજે ભારતીય એરટેલ, એચડીએફસી બેંક, હિન્દ લીવર, ઈન્ફોસીસ, કોટક બેંક, નેસલે, પાવરગ્રીડ, સનફાર્મા, ટાટા મોટર્સ, ટીસીએસ, આઈશર મોટર, જેવા શેરો ઉંચકાયા હતા. મારૂતી, રીલાયન્સ, અલ્ટ્રાટેક્સીમેન્ટ, ટાઈટન, ગ્રાસીન, જેએસડબલ્યુ સ્ટીલ, યશ બેંકમાં ગાબડા પડયા હતા. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 313 પોઈન્ટના ઉછળાથી 60935 હતો જે ઉંચામાં 61113 તથા નીચામાં 60761 હતો. નીફટી 83 પોઈન્ટ વધીને 18111 હતો તે ઉચામાં 18162 તથા નીચામાં 18063 હતો.


Related News

Advertisement
Advertisement
Advertisement