ભારતીયોને હવે અમેરિકામાં ગુગલની નોકરી મેળવવી મુશ્કેલ

23 January 2023 05:39 PM
India Technology World
  • ભારતીયોને હવે અમેરિકામાં ગુગલની નોકરી મેળવવી મુશ્કેલ

કંપનીએ ગ્રીનકાર્ડ આધારિત ભરતી પ્રક્રિયા સ્થગીત કરી

કેલિફોર્નિયા: એક બાદ એક અમેરિકન મલ્ટીનેશનલ ટેક તથા અન્ય કંપનીઓ હવે તેના કર્મચારીઓને લે-ઓફ આપી રહી છે અને હવે તે યાદીમાં ગુગલ પણ સામેલ થયું છે. એક જાયન્ટ કંપનીએ તેના ઈલેકટ્રોનીક રીવ્યુ મેનેજમેન્ટ- પ્રોગ્રામને હાલ સ્થગીત કર્યા છે. ગુગલ આ રીતે તેના કર્મચારી પાસેથી ગ્રીન-કાર્ડ માટેની અરજીઓને હાલ સ્પોન્સર કરશે નહી.

જેના કારણે અમેરિકામાં ગુગલમાં નોકરી કરતા ભારતીયો સહિત હજારો કર્મચારીઓ માટે મુશ્કેલ દિવસોના સંકેત છે. કંપનીઓ તેના કર્મચારીઓને મોકલેલા ઈ-મેલમાં જણાવ્યુ છે કે આ એક ખૂબજ મુશ્કેલ છતા જરૂરી નિર્ણય છે. આ પ્રોગ્રામ મારફત ગુગલ અમેરિકામાં તેને જે પ્રકારના કવોલીફાય કર્મચારીઓ મળતા નથી તે કારણ સાથે વિદેશી કર્મચારીઓને ગ્રીનકાર્ડ માટે સ્પોન્સર કરે છે. ગુગલે આ માટે કારણ આપતા જણાવ્યું કે અનેક કંપનીઓ તેના કર્મચારીઓને છૂટા કરે છે તેથી આ પ્રકારના કર્મચારીઓ મળી શકે છે.


Related News

Advertisement
Advertisement
Advertisement