હરિયાણા તા.23 : ભાજપા દ્વારા ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પંજાબ ભાજપનાં પ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. અમૃતસર ખાતે પ્રદેશ ભાજપ કારોબારીની બેઠકમાં ઉપસ્થિત રહ્યા બાદ ઐતિહાસીક દુર્ગિયાના મંદિરમાં દર્શન કર્યા હતા. અમૃતસર ખાતે શ્રીહર મંદિર સાહિબ મંદિરનાં દર્શન કર્યા હતા. ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબ ભાજપના પ્રભારી વિજયભાઈ રૂપાણી અમૃતસર હરમંદિર સાહિબ મંદિરમાં નત મસ્તક દર્શન કરી પંજાબમાં અરસપરસ ભાઈચારો-સુલેહ શાંતિ જળવાઈ રહે તેવી ગુરૂચરણમાં પ્રાર્થના કરી હતી. આ તકે દુર્ગિયાના મંદિર કમિટી દ્વારા વિજયભાઈ રૂપાણીનું સ્મૃતિ ચિહ્ન અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.