મુંબઈ: હોલીવુડ સ્ટાર સુનિલ શેટ્ટીની અભિનેત્રી પુત્રી અથિયા શેટીના ક્રિકેટ સ્ટાર કે.એલ.રાહુલ સાથે લગ્નનો આરંભ સુનિલ શેટ્ટીના ખંડાલા ખાતેનાં નિવાસે શરૂ થઈ ગયો છે.કપલના લગ્નની વિધી 100 મહેમાનોની હાજરીમાં થઈ છે. કન્યા-અથિયાનાં પિતા સુનિલ શેટ્ટી ગઈકાલે જ લગ્ન સ્થળે જોવા મળ્યા હતા અને લગ્નની વ્યવસ્થાની જાણકારી મેળવી હતી. હલ્દી અને મહેંદીની વિધી ગઈકાલે પરિવાર અને નજીકનાં મિત્રોની હાજરીમાં સંપન્ન થઈ હતી. મહેમાનોને ભલામણ કરાઈ હતી કે લગ્નના ફોટો કે વિડીયો શેર ન કરવામાં આવે લગ્ન સમારોહમાં મર્યાદિત મહેમાનોની હાજરી હતી.