નવીદિલ્હી, તા.24
પોતાના ઉપર ફિલ્મ બનશે કે નહીં તેના અંગે ખુદ સૌરવ ગાંગૂલી આજે નિર્ણય લેશે. અનેક બ્લોટબસ્ટર ફિલ્મે બનાવી ચૂકેલું પ્રોડક્શન હાઉસ લવ ફિલ્મ્સ આ બાયોપિક ફિલ્મનું પ્રોડક્શન કરી રહ્યું છે. આજે ગાંગૂલી ફિલ્મના સ્ક્રીનપ્લેને ફાઈનલાઈઝ કરશે.
બીસીસીઆઈના પૂર્વ પ્રમુખ ગાંગૂલી ફિલ્મનું સ્ક્રીનપ્લે ફાઈનલ કરવા મુંબઈ પહોંચી ગયા છે. તેઓ આજે ફિલ્મની સ્ક્રીપ્ટ સાંભળશે અને પછી તેને આગલા સ્ટેજ પર લઈ જવાની મંજૂરી આપશે. ધોની બાદ સૌરવ ગાંગૂલીની બાયોપિક કોઈ ક્રિકેટરના જીવન ઉપર બની રહી હોય લોકો તેને નિહાળવા અત્યંત ઉત્સુક છે.
9 સપ્ટેમ્બર-2021ના લવ ફિલ્મ્સ અને સૌરવ ગાંગૂલીએ મળીને આ બાયોપિક ફિલ્મનું એલાન કર્યું હતું. બે વર્ષના રિસર્ચ બાદ સ્ક્રીપ્ટ તૈયાર કરી લેવામાં આવી છે. એક વર્ષ પહેલાં ગાંગૂલી સાથે વાત કરતા ફિલ્મની સ્ક્રીપ્ટ અને તેનો સ્ક્રીનપ્લે શરૂ કરવામાં આવ્યો હતો જે હવે સંપૂર્ણ તૈયાર છે. બીજી બાજુ ગાંગૂલીને આ ફિલ્મને લઈને કોઈ જ ઉતાવળ નથી અને તેઓ યોગ્ય રીતે આ ફિલ્મ બને તેનો આગ્રહ રાખી રહ્યા છે.