સુરેન્દ્રનગરમાં ભાજપ પ્રદેશ કારોબારીનો બીજો દિવસ : મુખ્યમંત્રીનું આગમન

24 January 2023 11:30 AM
Surendaranagar Gujarat Politics
  • સુરેન્દ્રનગરમાં ભાજપ પ્રદેશ કારોબારીનો બીજો દિવસ : મુખ્યમંત્રીનું આગમન
  • સુરેન્દ્રનગરમાં ભાજપ પ્રદેશ કારોબારીનો બીજો દિવસ : મુખ્યમંત્રીનું આગમન
  • સુરેન્દ્રનગરમાં ભાજપ પ્રદેશ કારોબારીનો બીજો દિવસ : મુખ્યમંત્રીનું આગમન
  • સુરેન્દ્રનગરમાં ભાજપ પ્રદેશ કારોબારીનો બીજો દિવસ : મુખ્યમંત્રીનું આગમન
  • સુરેન્દ્રનગરમાં ભાજપ પ્રદેશ કારોબારીનો બીજો દિવસ : મુખ્યમંત્રીનું આગમન

સંગઠન ઉપરાંત પાર્ટીનાં આગામી દિવસોનાં કામો, લોકસભા ચૂંટણીની તૈયારીઓ અંગે કાર્યકર્તા-નેતાઓને વાકેફ કરતા ભુપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ

(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. 24
સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રદેશ કારોબારી બેઠકનો આજે બીજો દિવસ છે ત્યારે પ્રથમ દિવસે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રદેશ કારોબારીની બે તબક્કામાં બેઠકો યોજવામાં આવી છે પ્રથમ તબક્કામાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા સુરેન્દ્રનગર શહેરની જે પ્રેસિડન્ટ હોટલ આવેલી છે ત્યાં તમામ ધારાસભ્યો સાથે બેઠક કરી છે અને અગામી સમયમાં જે કરવાની કામગીરી છે તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી છે અને જે ધારાસભ્યો છે દિગ્ગજ નેતાઓ છે કે જે પ્રથમ તબક્કાની કારોબારી બેઠકમાં જોડાયા છે તેમની પાસે વિવિધ પ્રકારના સૂચનો મંગાવવામાં આવ્યા છે.

બીજા તબક્કામાં સુરેન્દ્રનગર શહેરના પંડિત દિન દયાળ હોલ ખાતે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને ખાસ કરીને આ પ્રથમ દિવસના બીજા તબક્કાની મુખ્ય બેઠકમાં સંગઠનના નેતાઓ ધારાસભ્યો અને ખાસ કરીને પધારેલા આમંત્રિત કાર્યકર્તાઓ સાથે બેઠક યોજવામાં આવી છે ત્યારે આ મામલે પંડિત દિન દયાળ હોલ ખાતે પણ અંદાજિત 80 મિનિટ સુધી ચર્ચા કરવામાં આવી હતી અગામી સમયમાં કરવાની કામગીરી અંગે વિવિધ પ્રકારની જવાબદારીઓ સોંપવામાં આવી છે અને આ મામલે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કાર્યકર્તાઓ અને નેતાઓને વિવિધ પ્રકારના સૂચનો કર્યા હતા.

બીજી તરફ પ્રથમ દિવસની કારોબારી બેઠકમાં મુખ્ય કેન્દ્રસ્થાને રહેલા મુદ્દાઓમાં વિકાસ લક્ષી કામો ના ઠરાવો અભિવાદન ઠરાવ બાબતે ચર્ચા કરવામાં આવેલ અને આગામી સમય માં સંગઠન દ્વારા કરવાના કામો નક્કી કરવામાં આવે.રાજ્ય સરકાર ની યોજનાઓ બાબતે કેવી રીતે કામ કરવું તે નક્કી કરવામાં આવશે.

પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ પ્રથમ દિવસની પ્રદેશ કારોબારી બેઠકમાં સુરેન્દ્રનગર ખાતે હાજરી આપી છે ત્યારે આજે કારોબારી નો બીજો દિવસ છે ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ સુરેન્દ્રનગર ખાતે આવ્યા છે. ખાસ કરીને જે કાર્યકર્તાઓ છે તેમની સાથે બેઠક યોજવાના છે અને વિવિધ પ્રકારની જે પ્રદેશ કારોબારીને લગતી કામગીરી છે તે અંગે સાંસદ સભ્યો તથા ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારો તેમજ પક્ષના કાર્યકર્તાઓ સાથે વિવિધ પ્રકારની ચર્ચા કરવામાં આવશે અને ખાસ કરીને આ બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ હાજરી આપવાના છે ત્યારે અગામી દિવસોના જે કરવાના કામો છે તે અંગે માહિતગાર પણ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ કાર્યકર્તાઓ અને નેતાઓને કરશે.

2024ની લોકસભાની તમામ 26 બેઠકો જીતવાનો રોડ મેપ તૈયાર કરવાની શરૂઆત કરાઈ
સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ વખત પ્રદેશ કારોબારી બેઠકનું ભાજપ પક્ષ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રથમ દિવસની કારોબારી બેઠક પૂર્ણ થઈ છે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ખાસ બે તબક્કામાં કાર્યકર્તાઓ નેતાઓ અને સંગઠનના હોદ્દેદારો અને ધારાસભ્યો સાથે બેઠક કરી છે અને આગામી સમયની જે કરવાની કામગીરી છે તે વિવિધ પ્રકારે ચર્ચાઓ કરવામાં આવી છે. કાર્યકર્તાઓ નેતાઓ અને સંગઠનના હોદ્દેદારો અને ધારાસભ્યો સાથે બેઠક કરી છે.

આગામી સમયની જે કરવાની કામગીરી છે તે વિવિધ પ્રકારે ચર્ચાઓ કરવામાં આવી છે ત્યારે 2024 ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાત રાજ્યની જે 26 બેઠકો આવેલી છે ત્યાં 26 એ 26 બેઠકો ઉપર કમળ ખીલે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે તેનો રોડ મેપ સુરેન્દ્રનગર ખાતે યોજવામાં આવેલી પ્રદેશ કારોબારીની બેઠકમાંથી તૈયાર કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે.

દિગજ્જ નેતાઓએ કાર્યકરોના ઘેર રાત્રિ રોકાણ કર્યું
સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ વખત પ્રદેશ કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે પ્રથમ દિવસ પૂર્ણ થઈ ચૂક્યું છે બીજા દિવસની શરૂઆત પણ વિવિધ તબક્કાની બેઠકોમાં ભાજપના કાર્યકર્તાઓ નેતાઓ અને દિગ્ગજ ચહેરાઓ એ હાથ ધરી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં એવી કોઈ મોટી હોટલો રિસોર્ટ કે રેસ્ટોરન્ટ ન આવેલા હોવાના પગલે જે 650 થી વધુ પ્રદેશના નેતાઓ આવ્યા છે તેમની રહેણાંક ની સુવિધા કરવી મુશ્કેલ હતી.

ત્યારે આ મામલે આ જવાબદારી જિલ્લાના પાયા ના કાર્યકર્તાઓને સોંપી આપવામાં આવેલી હતી ત્યારે જે પ્રદેશમાંથી આવેલા નેતાઓ છે તે જિલ્લાના નાનામાં નાના કાર્યકર્તાઓના ઘેર રોકાણ કર્યું છે અને રાત્રિ ભોજન પણ કાર્યકર્તા ના પરિવાર સાથે કર્યું છે આ ઉપરાંત રાત્રી દરમિયાન હળવી ચર્ચાઓ પણ કાર્યકર્તાના પરિવાર સાથે નેતાઓ દ્વારા કરવામાં આવી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement