‘પઠાન’ને વિશ્વ હિન્દુ પરિષદની લીલીઝંડી: ફિલ્મમાં સુધારો સંતોષજનક

24 January 2023 11:30 AM
Entertainment India
  • ‘પઠાન’ને વિશ્વ હિન્દુ પરિષદની લીલીઝંડી: ફિલ્મમાં સુધારો સંતોષજનક

ફિલ્મ જોવી કે નહિં તેનો નિર્ણય અમે ગુજરાતના નાગરિકો પર છોડીએ છીએ:વિ.હી.પ

રાજકોટ તા.24 : શાહરૂખ-દિપિકા પદુકોણ સ્ટારર ફિલ્મ ‘પઠાન’ ના ગીત બે શર્મ રંગમાં હીરોઈને પહેરેલી ભગવી બિકીનીને લઈને વિવાદ થયો હતો અને આ ફીલ્મની રીલીઝ રોકાવી દેવાની ધમકી બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદે આપી હતી હવે આવતી કાલે આ ફિલ્મ રીલીઝ થઈ રહી છે

ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાતના યાદીમાં જણાવાયું છે કે હિન્દી ફીલ્મ પઠાનના વિરોધમાં બજરંગ દળ, વિહીપનાં વિરોધના પગલે સેન્સર બોર્ડ દ્વારા ફિલ્મમાં સામેલ અશ્ર્લીલ ગીત તેમજ અરૂચીકર શબ્દોમાં સુધારો કરવામાં આવ્યો છે. જે સંતોષના સમાચાર છે ધર્મ, સંસ્કૃતિની રક્ષા માટે આ સફળ સંઘર્ષ કરનાર તમામ કાર્યકર્તાઓ અને સમગ્ર હિન્દુ સમાજને હું અભિનંદન આપું છું તેમ વિ.હી.પ. ગુજરાતના ક્ષેત્ર મંત્રી અશોક રાવલે યાદીમાં જણાવ્યું છે.

આ સાથે તેમણે સેન્સર બોર્ડને નિર્માતાઓને અને થિયેટર માલીકોને વિનંતી કરૂ છું કે ફીલ્મ ઈન્ડસ્ટ્રીઝનાં મહત્વપૂર્ણ ભાગીદારી તરીકે જો તેઓ ધર્મ, સંસ્કૃતિ અને દેશદાઝનું ધ્યાન રાખશે અને સમયસર વિરોધ કરશે. તો બજરંગ દળ અને હિન્દુ સમાજને રસ્તા પર ઉતરવું નહિં પડે તેમણે જણાવ્યું હતું કે ફિલ્મ જોવી કે નહિં તે નિર્ણય અમે ગુજરાતના પ્રબુધ્ધ નાગરીકો પર છોડીએ છીએ.


Related News

Advertisement
Advertisement
Advertisement