અમદાવાદ, તા.24 : મોબાઈલ ફોનમાં ઓનલાઈન વેબસાઈટ પરથી લુડો ગેમ ડાઉનલોડ કરીને 200 -500 રૂપિયાના ટેબલોમાં પૈસાથી જુગાર રમતા યુવાનની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી હતી. મોબાઈલ ફોનમાં લુડો ગેમ પર જુગાર રમતા કોઈ પકડાયાની આ પહેલી ઘટના છે. પોલીસે યુવાનના બેંક સ્ટેટમેન્ટની તપાસ કરતા તે લુડો રમીને 8 હજાર જીત્યો હોવાનું જાણવા મળ્યું હતું.
માનવ મંદિર એએમટીએસ બસ સ્ટેન્ડની સામે જાહેરમાં એક યુવાન મોબાઈલ ફોનમાં લુડો ગેમ રમી રહ્યો હતો. દરમિયાનમાં ત્યાંથી નીકળેલી વસ્ત્રાપુર પોલીસની ટીમને શંકા જતા ચાલુ ગેમમાં જ યુવાનનો મોબાઈલ ફોન આંચકી લીધો હતો. પોલીસે ફોનની તપાસ કરતા ખેલ બ્રો.કોમ. નામની સાઈટ ઓપન હતી અને યુવાન ઓનલાઈન લુડો ગેમ રમી રહ્યો હતો.
પોલીસે યુવાનની પૂછપરછ કરતા તે ધવલ ગોસ્વામી((26) હોવાનું જાણવા મળ્યું હતુ. ધવલની એપ્લિકેશન સાથે કનેકટ બેંક એકાઉન્ટની ડિટેઈલ ચેક કરતા તેમાં પૈસા આવ્યા હોવાની અને ગયા હોવાની 15 એન્ટ્રી મળી હતી. જેથી પોલીસે ધવલની પૂછપરછ કરતા તેણે કબૂલ્યું હતું કે, તેણે આગળથી આ લિન્ક કોઈએ મોકલી હતી.