બ્લુમબર્ગ બિલેનીયર ઈન્ડેકસ: અદાણી ચોથા ક્રમે: મુકેશ અંબાણી ટોપ ટેનમાંથી આઉટ

24 January 2023 11:55 AM
Business India World
  • બ્લુમબર્ગ બિલેનીયર ઈન્ડેકસ: અદાણી ચોથા ક્રમે: મુકેશ અંબાણી ટોપ ટેનમાંથી આઉટ

બીજા અને ત્રીજા ક્રમની હરીફાઈમાં મસ્કે જેફને પાછળ રાખ્યા : ફ્રાન્સના બિઝનેસમેન બર્નાર્ડ અર્નાલ્ટે પ્રથમ ક્રમ જાળવી રાખ્યો

નવી દિલ્હી તા.24 : બ્લુમબર્ગ બિલેનિયર ઈન્ડેકસમાં 188 અબજ ડોલરની સંપતિ સાથે ફ્રાન્સનાં બિઝનેસમેન બર્નાર્ડ અર્નાલ્ટે પોતાનો પહેલો નંબર જાળવી રાખ્યો છે.પરંતુ ભારતનાં અબજોપતિ ગૌતમ અદાણીને જેફ બેજોસે પાછળ રાખી દીધા છે.બીજા ક્રમ માટે એલન મસ્ક અને અદાણી વચ્ચે ચાલી રહેલી રેસમાં જેફ બેજોસ આવી ગયા છે.

બ્લુમબર્ગ બિલેનીયર ઈન્ડેકસનાં લેટેસ્ટ અપડેટમાં અદાણી હવે ચોથા નંબર પર છે.એલન મસ્ક બીજા અને જેફ બેજોસ ત્રીજા ક્રમે છે. મુકેશ અંબાણીને એક ક્રમનું નુકશાન થયુ છે.હવે તે 12 માં ક્રમમાં છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2022 માં દુનિયાભરનાં અબજોપતિઓમાં ભારતના ગૌતમ અદાણી કમાણીમાં નંબર વન હતા પણ નવા વર્ષમાં તે આ લીસ્ટમાં નથી.અબજોપતિઓમાં નંબર વનનો દરજજો ગુમાવનાર એલન મસ્ક ગત વર્ષની જેમ આ વર્ષની શરૂઆતમાં જ દોલત ગુમાવનાર નંબર વન બની ગયા હતા.

પરંતુ આ વર્ષે દોલત કમાનારમાં તે 9 માં ક્રમે છે. ફ્રાન્સના અબજોપતિ બર્નાર્ડ અર્નાલ્ટ નંબર વન અબજોપતિની સાથે સાથે કમાણીમાં પણ નંબર વનની પોજીશનમાં છે. બ્લુમબર્ગ બિલેનીયર ઈન્ડેકસમાં બિલ ગેટસ પાંચમા, વોરેન બફેટ છઠ્ઠા, લેરી એરીસન સાતમા, લેરી પેઝ આઠમાં, સર્ગી બ્રિન 9 માં, અને સ્ટીવન બોલ્મર 10 માં ક્રમે છે. જયારે મુકેશ અંબાણી ટોપ ટેનમાંથી ફેંકાઈને 12 માં ક્રમે છે.Related News

Advertisement
Advertisement
Advertisement