પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં લગ્નની મૌસમ: શાદાબ ખાને કોચની પુત્રી સાથે કર્યાં લગ્ન

24 January 2023 12:02 PM
India Sports World
  • પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં લગ્નની મૌસમ: શાદાબ ખાને કોચની પુત્રી સાથે કર્યાં લગ્ન

નવીદિલ્હી, તા.24
પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં લગ્નની મોસમ ચાલી રહી છે. એક મહિનાની અંદર ટીમના ત્રણ ખેલાડીઓ લગ્ન કરી ચૂક્યા છે. આ સિલસિલામાં વધુ એક નામ શાદાબ ખાનનું ઉમેરાયું છે. શાદાબ ખાને પાકિસ્તાન ક્રિકેટ ટીમના કોચ સકલૈન મુશ્તાકની પુત્રીને જ પત્ની બનાવી છે.સકલેનને શાદાબ પોતાનો મેન્ટોર માને છે પરંતુ હવે તેમના વચ્ચેનો સંબંધ માત્ર કોચ-ખેલાડીનો નહીં બલ્કે સસરા-જમાઈનો થઈ ગયો છે.

શાદાબ અને સકલેનની પુત્રીના નિકાહ ગુપચુપ રીતે થયા છે. આ વાતનો ખુલાસો પાકિસ્તાનના ક્રિકેટરે સોશ્યલ મીડિયા પર તસવીર અપલોડ કર્યાબાદ થયો છે. પાકિસ્તાનના વ્હાઈટ બોલ ટીમના વાઈસ કેપ્ટન શાદાબ ખાનના નિકાહ પણ એ સમયે જ થયા જ્યારે ભારતમાં કે.એલ.રાહુલના લગ્નની શરણાઈઓ વાગી રહી હતી. 23 જાન્યુઆરી બન્ને ક્રિકેટરો માટે યાદગાર બની ગઈ હતી કેમ કે રાહુલ ફિલ્મ અભિનેતા સુનિલ શેટ્ટીની પુત્રી આથિયા શેટ્ટી સાથે લગ્નના તાંતણે બંધાયો છે.


Related News

Advertisement
Advertisement
Advertisement