રાશિદ ખાને રચ્યો ઈતિહાસ: માત્ર 24 વર્ષની ઉંમરે ટી-20માં ખેડવી નાખી 500 વિકેટ !

24 January 2023 12:06 PM
India Sports
  • રાશિદ ખાને રચ્યો ઈતિહાસ: માત્ર 24 વર્ષની ઉંમરે ટી-20માં ખેડવી નાખી 500 વિકેટ !

આટલી નાની ઉંમરે 500 વિકેટ લેનારો દુનિયાનો પ્રથમ બોલર બન્યો

નવીદિલ્હી, તા.24
અફઘાનિસ્તાનના સ્પીનર રાશિદ ખાને સાઉથ આફ્રિકામાં રમાઈ રહેલી ટી-20 લીગમાં ઈતિહાસ રચી દીધો છે. પ્રિટોરિયા કેપિટલ્સ વિરુદ્ધ રમાયેલી મેચમાં ત્રણ વિકેટ લઈને ટી-20 ક્રિકેટમાં પોતાની 500 વિકેટ પૂર્ણ કરી લીધી છે.

આ મુકામ હાંસલ કરનારો દુનિયાનો સૌથી યુવા બોલર બની ગયો છે. તેના ઉપરાંત વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ઑલરાઉન્ડર ડવેઈન બ્રાવોએ ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં 500થી વધુ વિકેટ મેળવી છે પરંતુ રાશિદે તો આ કારનામું માત્ર 24 વર્ષની ઉંમરે કરી બતાવ્યું છે. જો તે આવી રીતે જ રમશે તો આવનારા વર્ષોમાં અનેક રેકોર્ડ પોતાના નામે કરી લેશે.

ટી-20 ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ બ્રાવોના નામે છે. બ્રાવોએ 556 મેચમાં 614 શિકાર કર્યા છે જ્યારે રાશિદ ખાને પોતાની 371મી મેચમાં જ 500 વિકેટનો કીર્તિમાન હાંસલ કરી લીધો છે. તેના ઉપરાંત આ યાદીમાં સુનિલ નરૈન (474), ઈમરાન તાહિર (466) અને શાકિબ-અલ-હસન (436) રહેલા છે. રાશિદ આ સાથે જ 500 ટી-20 વિકેટ પોતાના નામે કરનારો દુનિયાનો પ્રથમ સ્પીનર બન્યો છે. રાશિદે ટી-20 કિરયરની 368 ઈત્રનંગમાં 500 વિકેટ 18.10ની સરેરાશ અને 6.30ની ઈકોનોમી સાથે ખેડવી છે.

આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 17 રહ્યો છે. રાશિદ પોતાના ટી-20 કરિયરમાં નવ વખત ચાર અથવા તેનાથી વધુ વિકેટ મેળવી ચૂક્યો છે તો ચાર વખત તેણે પાંચ વિકેટ મેળવી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement