શ્રી શનિધામમાં શ્રદ્ધાપૂર્વક ઉજવાયો શનિઅમાવાસ્યા મહોત્સવ

24 January 2023 12:30 PM
Dharmik Saurashtra
  • શ્રી શનિધામમાં શ્રદ્ધાપૂર્વક ઉજવાયો શનિઅમાવાસ્યા મહોત્સવ
  • શ્રી શનિધામમાં શ્રદ્ધાપૂર્વક ઉજવાયો શનિઅમાવાસ્યા મહોત્સવ

મોવિયા - શ્રીનાથગઢ રોડ પર આવેલા ‘શ્રી શનિધામ’માં શનિ અમાવાસ્યાની ઉજવણી ખુબજ આનંદ અને ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર ક્ષેત્રનાં સૌથી મોટા આ શનિમંદિરમાં વહેલી સવારથી જ શનિભક્તોની ભીડ જોવા મળી હતી. શનિયાગ, શનિ મહાઅભિષેક, અન્નકોટ તેમજ પ્રસાદનો લાભ લઇને ભાવિકો ધન્ય બન્યા હતા. શાસ્ત્રી જયસુખભાઇ પંડ્યાની નિશ્રામાં યોજાયેલ આ ધાર્મિક પર્વ માં ભજન અને ભોજનનો ભવ્ય સમન્વય જોવા મળ્યો હતો.

શનિ અમાવાસ્યાનું ધાર્મિક મહત્વ હોવાથી આ દિવસે શનિપુજા વિશેષ ફળદાયી બને છે. શ્રી શનિધામનાં આમંત્રણને માન આપીને રવિદર્શનજી - ભુવનેશ્વરી પીઠ, રાજકોટ બિલ્ડર ગ્રુપનાં પૃથ્વીરાજ વાઘેલા, જયદીપ પટેલ, એમ એન વાઢેર, મેહુલભાઈ ખાખરીયા, સામાજિક કાર્યક્રર ચંદ્રેશભાઈ પંડ્યા, તેમજ અન્ય નામી-અનામી ભાવિકોએ હાજરી આપી હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement