(વિપુલ હિરાણી) ભાવનગર, તા.24 : ભાવનગર મુખ્ય મથક ધરાવતી યોગાસન સ્પોર્ટ્સ એસોસીએશન ઓફ ગુજરાત , ભારત સરકારના યુવા અને રમતગમત મત્રાંલયની માન્ય સંસ્થા નેશનલ યોગાસન સ્પોર્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા અને આસામ નેશનલ યોગાસન સ્પોર્ટ્સ ફેડરેશન ના સંયુક્ત ઉપક્રમે આસામની રાજધાની ગૌહાતીના એન. એફ. રેલ્વે સ્ટેશન , માલીગોઆન ખાતે આગામી તા. 27 - 28 - 29 જાન્યુઆરી દરમિયાન સીનીયર બોયઝ એન્ડ ગર્લ્સ માટેની ત્રીજી નેશનલ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પીયનશીપ યોજાશે.
ભારતના 24 પ્રાંતના 219 સ્પર્ધકો વચ્ચે યોજાનારી આ સ્પર્ધામાં ભાવનગર સહિત સમગ્ર ગુજરાતમાંથી કુલ 10 યોગાસન સ્પોર્ટ્સમેનો યોગાસન સ્પોર્ટ્સ ઈવેન્ટ્સ જેમા એથ્લેટીક્સ, રીધમેટીક અને આર્ટીસ્ટીક ઈવેન્ટ્સ રજૂ કરી પોતાનું કૌવત પ્રદર્શિત કરશે.
સમગ્ર ભારતના વિવિધ પ્રાંતોના ભારત સરકાર માન્ય બનેલા નેશનલ યોગાસન સ્પોર્ટ્સ ફેડરેશનનાં રાષ્ટ્રીય પ્રમુખ, ગુજરાતના પૂર્વ ગ્રહ અને સાંસ્ક્રુતીક મંત્રી મહેન્દ્રભાઈ ત્રિવેદી, ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ ફેડરેશનના ચીફ પેટ્રન યોગ ગુરુ ડો.આર. જે. જાડેજા, પેટ્રન તથા પ્રમુખ સંતોષભાઈ કામદાર, સેક્રેટરી ડો. હર્ષદભાઈ સોલંકી વગેરેની નીગેહબાની નીચે ગૌહાતી ખાતે ભાગ લેવા જઈ રહેલ ગુજરાતની ટીમના લેડીઝ કોચ તરીકે ગાયત્રી ચૌહાણ, ભાઈઓની ટીમના કોચ તરીકે વરુણ પટેલ, એનવાયએસએફની ટેકનીકલ કમીટીના ચીફ નિલેશ બેલડીયા અને સમગ્ર ટીમના મેનેજર તરીકે કીર્તીભાઈ શુક્લ (ભાવનગર)ની આગેવાની નીચે ગુજરાતની ટીમ તા.24-1 નાં રોજ અમદાવાદથી રવાના થઈને તા. 27-1 નાં રોજ ગૌહાતી પહોંચશે.