ગુજકેટની પરીક્ષા તા. 3 એપ્રિલના લેવાશે

24 January 2023 12:32 PM
Ahmedabad Gujarat
  • ગુજકેટની પરીક્ષા તા. 3 એપ્રિલના લેવાશે

♦ એન્જિનીયરીંગ-ફાર્મસીના અભ્યાસક્રમમા પ્રવેશ માટેની

♦ ઓનલાઇન ફોર્મ આવતીકાલ સુધી ભરી શકાશે

ગાંધીનગર, તા. 24
શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 સાયન્સ પછી એન્જિનીયરીંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટે લેવાનાર ગુજકેટની પરીક્ષા આગામી તા. 3જી, એપ્રિલ-2023ને સોમવારના રોજ લેવામાં આવશે. ગુજકેટની પરીક્ષા માટેની બેઠક વ્યવસ્થા જિલ્લાકક્ષાની શાળાઓમાં કેન્દ્રો ઉભા કરવામાં આવશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 સાયન્સ પછી એન્જિનીયરીંગ અને ડિગ્રી તેમજ ડિપ્લોમાં ફાર્મસી અભ્યાસક્રમમાં પ્રવેશ માટેની ગુજકેટની પરીક્ષાની તારીખો નક્કી કરવામાં આવી છે. શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટની પરીક્ષાના ઓનલાઇન ફોર્મ આવતીકાલના 25મી, જાન્યુઆરી સુધી સ્વિકારવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

ત્યારે હજુ વિદ્યાર્થીઓ ગુજકેટ પરીક્ષાના ફોર્મ ભરી રહ્યા છે. ત્યારે શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. શિક્ષણ બોર્ડના સચિવ એન.જી.વ્યાસે જણાવ્યું છે કે ગુજકેટની પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓને અનુકુળતા રહે તે માટે જિલ્લાકક્ષાએ બેઠક વ્યવસ્થા ગોઠવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજકેટની પરીક્ષા ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં લેવામાં આવનાર છે.


Related News

Advertisement
Advertisement
Advertisement