ગુજરાત મધ્યઝોન પ્રદેશકક્ષા બાલ પ્રતિભા શોધ 2022-23નું આયોજન મોરબીના સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં આણંદ, બોટાદ, દાહોદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, સુરેન્દ્રનગર, વડોદરા શહેર, વડોદરા ગ્રામ્ય અને મોરબી જિલ્લામાંથી પ્રથમ નંબરે આવેલ સ્પર્ધકો વચ્ચે સ્પર્ધા યોજાઈ હતી. જેમાં વકતૃત્વ, નિબંધ લેખન, દોહા છંદ ચોપાઈ, લોકવાર્તા, ચિત્રકલા, સર્જનાત્મક કારીગીરી, લોકનૃત્ય, એકપાત્રિય અભિનય, લગ્નગીત, સમુહગીત, લોકગીત, ભજન અને લોકવાદ્ય સંગીતની સ્પર્ધાઓનો સમાવેશ થાય છે પ્રદેશકક્ષાએ નંબર પ્રાપ્ત કરેલ સ્પર્ધકો હવે રાજ્યકક્ષાએ પોતાની કલા પ્રસ્તુતિ કરશે જેથી તમામ સ્પર્ધકોને મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસે અભિનંદન પાઠવેલ છે.(તસ્વીર : જીગ્નેશ ભટ્ટ )