સ્વામી વિવેકાનંદ ચેમ્પિયન્સ ટ્રોફીમાં અમરેલીને હરાવી મોરબી જિલ્લા પંચાયતની ટીમ પહોચી સેમીફાઈનલમાં

24 January 2023 12:43 PM
Morbi
  • સ્વામી વિવેકાનંદ ચેમ્પિયન્સ  ટ્રોફીમાં અમરેલીને હરાવી મોરબી જિલ્લા પંચાયતની ટીમ પહોચી સેમીફાઈનલમાં

રાજકોટના રતનપર ખાતે રમાઈ રહેલી સ્વામી વિવેકાનંદ ચેમ્પિયન્સ ટ્રોફીમાં અમરેલી જિલ્લા પંચાયતએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 119 રન બનાવ્યા હતા. જેની સામે મોરબી જિલ્લા પંચાયતની ટીમે 15.5 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કરી વિજય મેળવ્યો હતો. જેમાં મોરબી તરફથી હરદેવસિંહ જાડેજાએ સ્ફોટક બેટિંગનું પ્રદર્શન કરતાં 36 બોલમા 51 રન કરી ફિફ્ટી નોંધાવી હતી મેહુલ વૈષ્ણવએ 24 બોલમાં 24 રન કર્યા હતાં. તો જયદીપ ગોહિલએ 4 ઓવરમાં 10 રન આપીને 3 વિકેટ અને જુણેજા જાહિદએ 4 ઓવરમાં 11 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. જેથી જયદીપ ગોહીલને મેન ઓફ ઘી મેચ જાહેર કરવામાં આવ્યા હતાં. તેમ કોચ તુષારભાઈ બોપલિયા અને મેનેજર દિનેશભાઈ હુંબલની યાદી જણાવે છે.(તસ્વીર : જીગ્નેશ ભટ્ટ)


Advertisement
Advertisement
Advertisement