હળવદ ખાતે મોરબી જિલ્લાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી થશે

24 January 2023 12:47 PM
Morbi
  • હળવદ ખાતે મોરબી જિલ્લાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી થશે

ગુરૂવારે કલેકટરના હસ્તે ધ્વજવંદન

(જીજ્ઞેશ ભટ્ટ)મોરબી, તા.24 : દેશના 74મા પ્રજાસત્તાક દિનની મોરબી જિલ્લા કક્ષાની ઉજવણી એ.પી.એમ.સી. હળવદ ખાતે થશે. જેમાં જેમાં કલેકટર જી.ટી. પંડયાના વરદ્દ્ હસ્તે ધ્વજવંદન કરી રાષ્ટ્રગાન કરવામાં આવશે. 26મી જાન્યુઆરીના રોજ હળવદ એ.પી.એમ.સી. ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં સવારે 9-00 કલાકે કલેકટરના વરદ્દ હસ્તેથી ધ્વજવંદન કરવામાં આવશે. બાદમાં કલેકટર દ્વારા પરેડનું નિરીક્ષણ અને પ્રાસંગિક ઉદ્દબોધન કરવામાં આવશે. અને ધ્વજવંદન કાર્યક્રમમાં મોરબી જિલ્લાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. આ પ્રસંગે વ્યક્તિ વિશેષઓનું સન્માન પણ કરવામાં આવશે. મોરબી જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જાહેર જનતાને ઉપસ્થિત રહેવા જિલ્લા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે. મુછાર દ્વારા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે.


Advertisement
Advertisement
Advertisement