મોરબીના લીલાપર ગામ પાસે જુગાર રમતા છ જુગારી પકડાયા

24 January 2023 12:48 PM
Morbi
  • મોરબીના લીલાપર ગામ પાસે જુગાર રમતા છ જુગારી પકડાયા

માળીયા મીયાણામાં દેશી દારૂ સાથે પોલીસ મહિલાને પકડી ન શકી!

(જીજ્ઞેશ ભટ્ટ)મોરબી, તા.24 : મોરબીના લીલાપર ગામ પાસે આવેલ લીલાપર સીરામીક નળિયાના કારખાનાની મજૂરની ઓરડી પાસે જાહેરમાં જુગાર રમતા છ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી તેની પાસેથી 4020 રૂપિયા કબજે કરીને. લીલાપર ગામ પાસે આવેલ લીલાપર સિરામિક નળિયાના કારખાનાની મજૂરની ઓરડી પાસે તાલુકા પોલીસની ટીમ દ્વારા રેડ કરવામાં આવતા રજની ઉર્ફે કાળુ અરવિંદભાઈ રાઠોડ (31), ચમન પુંજાભાઈ પરમાર (65), રાજુ ભાવસિંગભાઈ સેવાલે (40), દેવજી ખેંગારભાઈ પરમાર (42), નારણ હરિચંદભાઇ પવાર (40) અને જ્ઞાનેશ્વર સુકલાલ સેવાલે (33) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 4020 ની રોકડ કબજે કરી હતી.

દેશી દારૂ
માળીયા મીયાણાના હમીરપર ગામની સીમમાં મોર ટીંબા તરીકે ઓળખાતા વિસ્તાર પાસેથી 800 લીટર આથો તથા અન્ય મુદ્દામાલ મળી આવ્યો હતો જેથી પોલીસે 2600 ની કિંમતનો માલ કબજે કરી મહમદહનીફ કાદરભાઈ ભટ્ટી મિયાણા રહે. માળિયા મીયાણા માલાણી શેરી સામે ગુનો નોંધ્યો છે.

બીજો દરોડો
માળીયા મીયાણાના ત્રણ રસ્તા પાસે જેનાબેન અકબરભાઈ મોવરના રહેણાંક મકાનની પાછળથી દેશી દારૂ 8 લીટર અને 200 લીટર આથો મળી આવતા પોલીસે તે મુદ્દામાલ કબજે કર્યો હતો જો કે, રેડ દરમિયાન મહિલા પોલીસ કર્મચારી સાથે ન હોવાથી હાલમાં મહિલા બુટલેગર જેનાબેન અકબરભાઈ મોવરની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે.


Advertisement
Advertisement
Advertisement