માળીયા (મીં)પાસે હોટલની પાછળ ટેન્કરમાંથી ડીઝલની ચોરી કરનાર બે શખ્સોને ક્રાઇમ બ્રાંચે દબોચ્યા

24 January 2023 12:50 PM
Morbi Crime
  • માળીયા (મીં)પાસે હોટલની પાછળ ટેન્કરમાંથી ડીઝલની ચોરી કરનાર બે શખ્સોને ક્રાઇમ બ્રાંચે દબોચ્યા

કેરબામાં ભરેલ 110 લીટર ડીઝલ, રોકડ, મોબાઇલ સહિતનો મુદ્દામાલ જપ્ત : બંનેની રિમાન્ડ મેળવવા તજવીજ

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી, તા.24 : માળીયા મિયાણા વિસ્તારમાં આવેલ કવન જીન સામે રામદેવ હોટલની પાછળ ડીઝલ ચોરી કરવામાં આવી રહી હોવાની માહિતી મળી હતી જેના આધારે એલસીબીની ટીમે ત્યાં રેડ કરી હતી ત્યારે વંડામાં ટેંકરોમાંથી ડીઝલની ચોરી કરતા બે ઇસમો મળી આવ્યા હતા જેથી પોલીસે કુલ 39,02,856 ના મુદામાલ સાથે તેને ઝડપી લીધા હતા અને હાલમાં માળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ ડી.એમ.ઢોલ, પીએસઆઈ કે.જે.ચૌહાણ, એન.એચ.ચુડાસમા અને એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના ગુનાને રોકવા માટે કામ કરતાં હોય છે ત્યારે એલસીબીના ચંદુભાઇ કાણોતરા, ભરતભાઇ જીલરીયા, દશરથસિંહ પરમારને સયુંકતમાં હકિકત મળેલ હતી કે, જામનગર-માળીયા હાઇવે રોડ ઉપર આવેલ

કવન જીન સામે રામદેવ હોટલની પાછળ આવેલ વંડામાં અમુક ઇસમો ટેંકરોમાંથી ડીઝલની ચોરી કરે છે જેથી ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હરદેવભાઇ ઉર્ફે લાલો પ્રભાતભાઇ બોરીચા જાતે આહીર (32) રહે. જશાપર તાલુકો માળીયા અને વિનોદભાઇ મેવાલાલ પટેલ (32) રહે. ધારીકપુર તાલુકો મચ્છલીશહેર જીલ્લો જોનપુર (ઉતરપ્રદેશ) વાળા ટેંકરોમાંથી ડીઝલની ચોરી કરતાં મળી આવ્યા હતા જો કે તેની પાસેથી આરોપી હકાભાઇ બાબુભાઇ ચાવડા રહે. હાલ મોરબી મુળ ગામ કેરાળી તાલુકો માળીયા વાળાનું નામ સામે આવ્યું હોવાથી તેની સામે પણ માળીયા તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધીને પોલિસે તેને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે અને હાલમાં પોલીસે ભારત બેંઝ કંપનીનુ ટેન્કર નં. જીજે 12 બિઆઈ 2579 જેની કિંમત 15,00,000 ડીઝલ આશરે 24,000 લીટર જેની કિંમત 23,79,936, ટેંકરોમાંથી નાના મોટા કેરબામાં કાઢેલ 110 લીટર ડીઝલ જેની કિંમત 10,120, રોકડા રૂપીયા 2,000, બે મોબાઇલ ફોન જેની કિંમત 10,000 આમ કુલ મળીને 39,02,056 નો મુદામાલ કબજે કરવામાં આવેલ છે

અકસ્માતમાં ઇજા
મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામ નજીક ખોખરા હનુમાન પાસે આવેલ સર્વોપરી મિનરલ નામના કારખાનાની અંદર રહેતો અને મજૂરી કામ કરતો મૂળ મધ્યપ્રદેશનો મંગલસિંહ અમરતભાઈ ભંડોર (18) નામનો યુવાન બીજા મળેથી નીચે પટકાતા તેને ઈજા થઈ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં યુવાનને સારવાર માટે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે યુવાને રાજકોટ ખસેડવામાં આવ્યો છે હાલમાં અકસ્માતમાં આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબીના જેતપર રોડ ઉપર એન્ટિલિયા સીરામીક સામે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં મોરબી તાલુકાના બેલા ગામે રહેતા ઉમેશભાઈ પ્રેમચંદભાઈ અવી (25) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી ઇજાગ્રસ્તાલતમાં યુવાનને 108 મારફતે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement