(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.24 : મોરબીના ચાંચપર ગામે યુવાને તેના સગા ભાઈની હત્યા કરી નાખી હતી અને લાશને વોકળામાં ફેંકી દીધી હતી જે ગુનામાં પોલીસે યુવાનની હત્યા કરનારા તેને જ સગા ભાઈની ધરપકડ કરી હતી અને આ આરોપીને કોર્ટમાં રજૂ કરીને પોલીસે આરોપીને જેલ હવાલે કરેલ છે.
મોરબીના ચાંચપર ગામે વોકળામાંથી યુવાનની લાશ મળી હતી જે બનાવમાં મૃતક અને હત્યારાના મિત્ર રાજેશ ઉમેશપ્રસાદ પાંડેએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની સામે ફરિયાદ નોંધાવી છે, જેના આધારે રાજન મિશ્રા નામના યુવાનની હત્યા કરનારા તેના જ સગા ભાઈ આનંદ અશોકભાઈ મીશ્રા ધરપકડ કરી હતી આ આરોપીને મોરબી તાલુકા પોલીસની ટીમે કોર્ટમાં રજૂ કર્યો હતો અને હાલમાં આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ છે.
અકસ્માતમાં ઇજા
હળવદ તાલુકાના ચરાડવા ગામે ગોપાલ નગરમાં રહેતા હસમુખ પ્રેમજીભાઈ સોનગ્રા (39) બાઈક લઈને પોતાની વાડીએ જતા હતા ત્યારે કડીયાણા ગામની સીમમાં બાઈક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માતમાં હસમુખભાઈ સોનાગ્રાને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા.
બીજા બનાવ
હળવદ તાલુકાના દેવીપુર અને કડીયાણા ગામ વચ્ચે કાર અને ટ્રેક્ટરનો અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં રોહીશાળા ગામે રહેતા જસાપરા જયશ્રીબેન હિરેનભાઈ (29) અને જસાપરા સપનાબેન ચેતનભાઇ (25) ને ઇજાઓ થઈ હોવાથી બંને ઈજાગ્રસ્ત મહિલાઓને સારવાર માટે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ શિવમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા.
મારામારીમાં ઇજા
મોરબી શહેરના સામાકાંઠે માળિયા વનળીયા સોસાયટીમાં રહેતા અમરશીભાઈ રવજીભાઈ પરમાર (52) ને તેઓના ઘરે થયેલ મારામારીના બનાવવામાં ઈજા થઈ હોવાથી સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.