રાજકોટ તા.24 : વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂ બાવન હાઈ અલ મુત્કલ ડો. સૈયદના અબુલ કાઈદ જોહર મોહમ્મદ બુરહાનુદ્દીન સાહેબ (રી.અ.)ના શહેજાદા સાહેબ તથા ત્રેપનમા દાઈ અલ મુત્લક ડો. સૈયદના અલીકદર મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ (ત.ઉ.શ.)ના ભાઈ સાહેબ શહેજાદા આલીવકાર કુશઈભાઈ સાહેબ વજીયુદ્દીન (દા.મ.) માંડવી (કચ્છ) સૈયદના નુર મોહમ્મદ નુરૂદ્દીન સાહેબ (રી.અ.)ના ઉર્ષ મુબારક ઉપર પધારેલ છે. આજે તા.24/1 મંગળવારના ઉર્ષ મુબારકની રાત છે. તા.25/1 મીસરી તારીખ 4 શહેરે રજબુલ અસબ બુધવારના ઉર્ષ મુબારકનો દિવસ છે. આ ઉર્ષ મુબારકના પ્રસંગે શહેજાદા સાહેબ (દા.મ.) વાઅજ ફરમાવશે. આ ઉર્ષના મોકે પર સૌરાષ્ટ્ર તથા કચ્છ તથા હિન્દુસ્તાનના શહેરોમાંથી દાઉદી બોહરા સમાજના લોકો શહેજાદા સાહેબ (દા.મ.)ની વાઅજ સુનવા તેમજ જીયારત કરવા મોટી સંખ્યામાં માંડવી (કચ્છ) મુકામે આવેલ છે તેમ શેખ યુસુફઅલી જોહર કાર્ડસ વાલાએ જણાવ્યું છે.