(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી, તા.24 : માળીયા (મી) નજીક આવેલ અણીયારી ટોલનાકા પાસેથી પસાર થઈ રહેલા ટ્રકમાં પૂંઠાના સ્ક્રેપની આડમાંથી પોલીસે દારૂ બિયર 11520 બોટલો તેમજ વાહન અને રોકડા રૂપિયા મળીને 18.99 લાખના મુદ્દા માલ કબજે કર્યો હતો બે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના રિમાન્ડ મંજૂર કર્યા છે
માળીયા મિયાણાના અણિયારી ટોલનાકા પાસે ટાટા ટ્રક નં. એમ.એચ. 4 જીસી 1724માંથી ઇંગ્લીશ દારૂની નાની મોટી બોટલો અને બીયર ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 11520 બોટલ તથા પાંચ લાખની કિંમતનો ટ્રક સહિતનો મુદામાલ કબજે કરીને 18,99,030 નો મુદામાલ કબજે કર્યો હતી અને આરોપી જીજ્ઞેશભાઇ પ્રવિણભાઇ પટેલ ઉ.વ.34 રહે. હાલ બોયસર, પામ તા.જી.પાલઘર (મહારાષ્ટ્ર) અને પોપટભાઇ ઉર્ફે રમેશ બાબુભાઇ નળમળ જાતે રાવળદેવ ઉ.વ.28 રહે. સુઇગામ વાળાની ધરપકડ કરેલ હતી
અને ટાટા ટ્રકમાં માલ ભરાવી આપનાર રમેશ રહે. વાપી તેમજ ટાટા ટ્રક નંબર એમ.એચ. 4 જીસી 1724 નો માલીક સામે ગુનો નોંધેલ હતો જો કે, પકડાયેલા બંને આરોપીઓને તપાસનીશ અધિકારી દ્વારા રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે બંને આરોપીના આગામી તા 29 સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે જેથી કરીને પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.