મકનસર નજીક અકસ્માતમાં યુવાનનું મોત: એક સારવારમાં

24 January 2023 12:56 PM
Morbi
  • મકનસર નજીક અકસ્માતમાં યુવાનનું મોત: એક સારવારમાં

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.24 : મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકનસર ગામ પાસે વાહન અકસ્માતમાં મકનસર ગામના યુવાનનું મોત નિપજયુ હતું. મકનસર ગામે રહેતા મનહરભાઈ ઠાકરશીભાઈ પ્રજાપતિ (ઉંમર 48) તથા તેમની સાથે એક વ્યક્તિ બાઈકમાં જતા હતા ત્યારે વાંકાનેર હાઇવે ઉપર એક્સલ સીરામીક નજીક રોડ ઉપર તેમને વાહન અકસ્માતના બનાવમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી.જેમાં ઘટના સ્થળે જ મનહરભાઈ પ્રજાપતિ નામના યુવાનનું મોત નિપજયુ હતું તાલુકા પોલીસ મથકના પીએસઆઇ બી.એ.ગઢવી તથા રાઇટર યુવરાજસિંહ તપાસ ચલાવી રહ્યા છે આ અકસ્માત બનાવમાં મૃતક મનહરભાઈ પ્રજાપતીની સાથે રહેલ એક વ્યક્તિને પણ ગંભીર ઇજાઓ પહોંચેલી હોય અને હાલ તે બેભાન હાલતમાં છે.છે.

મારામારીમાં ઇજા
મોરબી તાલુકાના ધરમપુર ગામની સીમમાં મનજીભાઈની વાડીએ રહેતા પારૂલબેન તેહસિંગ પલાસ (25) અને તેહસિંગ રામસિંગ પલાસ (25) બંનેને વાડીએ થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને તે બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા.

અકસ્માતમાં ઇજા
મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા ભગવતીબેન ભાણજીભાઈ ઝાકાસણીયા (ઉમર 69) પોતાના ઘરેથી વાડીએ જતા હતા ત્યારે ટ્રેક્ટરમાંથી કોઈ કારણોસર તેઓ નીચે પડી ગયા હતા જેથી ભગવતીબેનને ઇજાઓ થઈ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા.

મારામારીમાં ઇજા
મોરબીના જેતપર રોડ ઉપર પીપળી ગામ પાસે આવેલ સીએનજીના પેટ્રોલ પંપ પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં મેહુલ લાલાભાઇ રૂદાતલા (ઉમર 25) રહે.નવલખી રોડ ધક્કાવાળી મેલડી મંદિર પાસે મોરબી વાળાને ઇજા થઇ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા.


Advertisement
Advertisement
Advertisement