સંતાનોને ધંધો સોંપી પર્યાયવરણી સેવા કરતા જીવરાજભાઇ લિખીયા

24 January 2023 12:58 PM
Morbi
  • સંતાનોને ધંધો સોંપી પર્યાયવરણી સેવા કરતા જીવરાજભાઇ લિખીયા

મોરબીના ઉદ્યોગપતિએ અત્યારસુધીમાં 15 હજાર વૃક્ષ વાવ્યા છે

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.24 : ગુજરાતનાં મોરબી જિલ્લામાં વસતા જીવરાજભાઈ અરજણભાઈ લિખિયા ઉર્ફે જીવરાજબાપા ઉદ્યોગપતિ અને બિલ્ડર છે. અને જીવરાજબાપા વર્તમાન સમયમાં નિવૃત્ત જીવન જીવી રહ્યા છે. તેમને દર મહીને સરકાર તરફથી જે પેન્શન આવે છે તેઓ એને વૃક્ષો વાવવામાં જ વાપરે છે. જીવરાજબાપાને 4 પેઢીએ દીકરા છે. તેમણે પોતાનો ધંધો દીકરાઓને હવાલે કરી લીધો છે.

જીવરાજબાપા જયારે પોતાના કારખાને કામ પર જતા ત્યારે એમણે નોંધ્યું કે રસ્તામાં ક્યાંય ઝાડ નથી. અને ખાલી રસ્તા જોઇને તેમને ભગવાને ત્યાં ઝાડ ઉગાડવાની પ્રેરણા આપી અને પછી તેમણે આ કાર્ય શરુ કર્યું હતું અને જીવરાજબાપા 6 વર્ષથી આજ કાર્ય કરી રહ્યા છે. ખાલી રસ્તાઓમાં ઝાડ વાવવા જ તેમની નિવૃત્તિની પ્રવૃત્તિ બની ગઈ છે.

અને જીવરાજબાપાએ અત્યાર સુધી 15 હજાર વૃક્ષો વાવી અને તેનું જતન કરેલ છે અને અન્ય 12 ઝાડ લોકોને વાવવા માટે આપ્યા છે. હાલમાં જીવરાજબાપાનાં ત્રણ સિરામિકનાં કારખાનાઓમાં 400 માણસો કામ કરે છેઅને હાલમાં તેઓ વૃક્ષો વાવી પર્યાવરણની સેવા કરી રહ્યા છે. તેમના જીવનમાં પત્ની ડાહીબેનનો અને સમગ્ર કુટુંબનો પણ આ સેવા કાર્યમાં સહયોગ મળી રહ્યો છે.


Advertisement
Advertisement
Advertisement