ગોંડલ : તાજેતરમાં યોજાયેલ ગોંડલ વિધાનસભાની ચૂંટણીમાં ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાનો વિજય થયો હતો. ગીતાબા જાડેજા એ ગોંડલના મહારાણી રાજકુંવરબા કન્યા વિદ્યાલયમાં જ શિક્ષણ મેળવ્યું હોય આ તકે સંસ્થાના સંચાલકો દ્વારા સન્માન સમારંભ નુ આયોજન કરી ગીતાબાનું અદકેરુ સન્માન કર્યુ હતુ. જેમાં મહારાજા હિમાંશુસિંહજીના વરદ હસ્તે શિલ્ડ અર્પણ કરાયુ હતુ તેમજ રાજમાતા અને સંસ્થાના આધ્યક્ષા કુમુદકુમારીબા તથા ગૃહમાતા શ હર્ષાબા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે ધારાસભ્ય ગીતાબા જાડેજા દ્વારા સંસ્થામાં અભ્યાસ દરમિયાનના સંસ્મરણો તાજા કરાયા હતા. આ કાર્યક્રમમાં નગરપાલિકાના દંડક રાજેન્દ્રસિંહ જાડેજા તથા જીતેશભાઈ જડિયા (લંડન)પણ ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર / અહેવાલ : જીતેન્દ્ર આચાર્ય - ગોંડલ)