ઉપલેટામાં વ્યાંજકવાદ સામે લોક દરબાર યોજાયો

24 January 2023 01:13 PM
Dhoraji
  • ઉપલેટામાં વ્યાંજકવાદ સામે લોક દરબાર યોજાયો
  • ઉપલેટામાં વ્યાંજકવાદ સામે લોક દરબાર યોજાયો

ત્રણ લોકોએ સ્થળ પર જ વ્યાજખોરો સામે નોંધાવી ફરિયાદ

ગુજરાત સરકાર દ્વારા વ્યાજખોરોના ત્રાસ માંથી લોકોને મુકત કરાવવા અંગે શરૂ કરેલ ઝુંબેશ અંતર્ગત ઉપલેટાના સરદાર વલ્લભભાઇ પટેલ ટાઉન હોલ ખાતે રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક, શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ, ના અધ્યક્ષસ્થાને વ્યાજકવાદ વિરૂધ્ધ કાર્યવાહી કરવા માટે લોકદરબારનું આયોજન કરવામા આવેલ.

જેમા ઉપલેટા નગર પાલીકાના હોદેદારો તેમજ ઉપલેટા ચેમ્બર ઓફ કોર્મસના હોદેદારો ઉપલેટા નગરના નાના મોટા વેપારીઓ રેકડી ધારકો તથા મજુર વર્ગ તથા વકીલો તથા ઉપલેટાના અલગ અલગ બેંકોના જવાબદાર અધીકારીઓ તથા ઉપલેટા પો.સ્ટે. વિસ્તારના ગામોના સરપંચો તથા રાજકીય, સામાજીક આગેવાનો તથા વેપારી સંગઠનોના પ્રતિનિધિઓ નાગરીકો સહિત 375 જેટલા લોકો હાજર રહેલ જેમાં જેઓને વ્યાજખોરોના કોઇ પણ ડર કે ભય વગર વ્યાજખોરો સામે ફરીયાદ કરવા લોકો અપીલ કરવામાં આવેલ

ઓ ચાલુ લોક દરબારમાં આવા ભોગ બનેલ ત્રણ લોકોએ સ્થળે ઉપર વ્યાજખોરો વિરૂધ્ધ ફરીયાદ આપેલ હતી જેઓની ફરીયાદ અનુસંધાને કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે. આ ઉપરાંત કોઇ લોકોને ખાનગીમા ફરીયાદ કરવી હોય કે આ વ્યાજખોરો બાબતે માહીતી આપવા માંગતા હોય તો તેઓએ કોઇ પણ પ્રકારના ડર કે ભય કે દબાણ વગર વિનાસ કોચે પોલીસ સ્ટેશન ખાતે આવી ફરીયાદ તથા માહીતી આપવા અપીલ કરવામા આવેલ છે હતી.


Advertisement
Advertisement
Advertisement