(કૃષ્ણકાંત ચોટાઇ) ઉપલેટા, તા.24 : વાંસજાળિયા - જેતલસર મીટરગેજમાંથી બ્રોડગેજમાં રૂપાંતર થયાને આજે 10 થી 12 વર્ષનો સમય પસાર થયો છે. આ વિસ્તારના લોકોને બ્રોડગેજની સવલત મળેલ નથી આ અંગે અનેકવાર લેખિત રજૂઆત કરેલ પણ કોઈ જ પરિણામ આવેલ નથી.
ત્યારે ગત તા. 21-1-2023 ને શનિવારના રોજ રેલવેના જનરલ મેનેજર અરૂણકુમાર શર્મા જેતલસર મુકામે વિઝીટમાં આવેલ ત્યારે આ વિસ્તારના પ્રશ્ન માટે તેમની સાથે રૂબરૂ ઉપલેટા ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રતિનિધિ મળેલ અને સાત પ્રશ્ન તેમને રજુઆત કરેલ તેમાંથી ત્રણ પ્રશ્ન માટે તેમને ખાત્રી આપેલ તેમાં રાજકોટ-પો2બંદ2 લોકલ ટ્રેન શરૂ રજુઆત વાંસજાળિયા - જેતલસર વચ્ચે મુખ્ય આવતા સ્ટેશનોમાં જામજોધપુર, ઉપલેટા, ધોરાજીના પ્લેટફોર્મની લંબાઈ વધારવાની, લાંબા અંતરની ટ્રેન પ્લેટફોર્મની બહાર નિકળી જતી હોય મુસાફરોને ચઢવા - ઉતરવા માટે તકલીફ પડે છે.
ભાવનગર - જેતલસર જે ટ્રેન ચાલુ થયેલ છે તેને પોરબંદર સુધી લંબાવવાની રજૂઆત કરેલ આ પ્રશ્નને તાત્કાલિક 3 થી 4 માસમાં હલ કરવાની ખાત્રી આપેલ હતી. લાંબા અંતરની ટ્રેનની રજૂઆતમાં પોરબંદર - વાપી ટ્રેન શરૂ કરવા રજુઆત પ્લેટફોર્મનું કામ પૂર્ણ થયા બાદ આ પ્રશ્નને યોગ્ય વાચા આપીને ટ્રેન ફાળવવામાં આવશે તેમ ઉપલેટા ચેમ્બરના પ્રમુખ વિનુભાઇ ઘેરવડાની યાદીમાં જણાવાયું છે.