ગોંડલ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 57માં પદવીદાન સમારંભ માં રાજકોટ ક્રાઇસ્ટ કોલેજમાં અભ્યાસ કરતી ગોંડલની ખુશાલી ભટ્ટને બી. એ. સ્પેશ્યલ ઇંગ્લિશમાં સમગ્ર સૌરાષ્ટ્ર માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવા બદલ ગોલ્ડ મેડલ તથા અન્ય બે પુરસ્કાર એનાયત કરવામાં આવેલ હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સલગ્ન બધીજ કોલજમાંથી મુખ્ય વિષય અંગ્રેજી સાથે ખુશાલી ભટ્ટે બી. એ.માં સૌથી વધુ માર્કસ મેળવ્યા છે. તેઓ જ્ઞાનદિપ કલાસીસ વાળા દિપકભાઈ ભટ્ટ તથા ગોંડલ મહિલાકોલેજના વાઇસ પ્રિન્સિપાલ ડો. અનુપમાબેનની પુત્રી છે. ખુશાલી ભટ્ટે ગોંડલ અને સમસ્ત બ્રહ્મસમાજ નું ગૌરવ વધારેલ છે. (તસ્વીર /અહેવાલ : જીતેન્દ્ર આચાર્ય - ગોંડલ)