ગોંડલ યાર્ડમાં ડુંગળીની 50 હજાર ગુણીની આવક

24 January 2023 01:30 PM
Gondal
  • ગોંડલ યાર્ડમાં ડુંગળીની 50 હજાર ગુણીની આવક

ગોંડલ: ગરીબોની કસ્તુરી એટલે ડુંગળી. ડુંગળીની મોટી આવક ગોંડલ માર્કેટ યાર્ડમાં જોવા મળી હતી લસણ - ડુંગળીની પુસ્કળ આવક થતા ગોંડલ માર્કેટ યાર્ડમાં જણસી થી ઉભરાયું હતું સૌરાષ્ટ્રનું અગ્રીમ અને ગુજરાતનું ન.1 ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગરીની નોંધપાત્ર આવક નોંધાઈ છે માર્કેટ યાર્ડ ના ચેરમેન અલ્પેશ ઢોલરીયા એ જણાવ્યું હતું કે ડુંગળી આવક અંદાજે 40 થી 50 હજાર ગુણીની આવક નોંધાઈ છે ઉલ્લેખનીય છે કે ગોંડલ માર્કેટ યાર્ડ માં સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતભર માંથી ખેડૂતો પોતાનો માલ વેચવા અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યો માંથી પણ ખરીદી માટે આવતા હોય છે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગરી - લસણ ઉપરાંત વિવિધ જણસીની વિપુલ પ્રમાણમાં આવક જોવા મળી હતી. (તસ્વીર : પીન્ટુ ભોજાણી, ગોંડલ)


Advertisement
Advertisement
Advertisement