(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા.24
હાલ સમગ્ર દેશ સોલાર ક્રાંતી તરફ આગળ વધી રહ્યો છે. સુર્યનારાયણ તરફથી મળતી ઉર્જાનું વીજળીમાં રૂપાંતર કરવા ઠેરઠેર સોલાર પેનલ લગાવાય છે. ત્યારે સુરેન્દ્રનગરના પાવર ટ્રેક ગ્રુપે ઓછા ખર્ચે વધુ વીજળી ઉત્પન્ન થાય તેવી 700 વોટર પાવરની મોનો પર્સ સોલાર પેનલનું ઉત્પાદન શરૂ કર્યુ છે. જેનું ઉદ્દઘાટન સોમવારે પ્રદેશ ભાજપ મહામંત્રીના હસ્તે કરાયુ હતું.
કેન્દ્ર સરકાર વર્તમાન સમયમાં સોલાર પેનલ બાબતે સબસીડી આપી રહી છે. જેમાં લોકો પોતાના ઘરે. ઓફીસે, ખેતરમાં સોલાર પેનલ લગાવી રહ્યા છે. ત્યારે ઓછી જગ્યામાં પણ વધુ વીજળી ઉત્પન્ન કરતી સોલાર પેનલનું ઉત્પાદન સુરેન્દ્રનગર પાવર ટ્રેક સોલાર પ્રોજેકટસ દ્વારા કરાયુ હતુ. સમલા ખાતે આવેલ પ્લાન્ટમાં દેશની સૌ પ્રથમ 700 વોટ પાવરની મોનો પર્સ સોલાર પેનલનું ઉદ્દઘાટન પ્રદેશ ભાજપ સંગઠ્ઠનના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ કર્યુ હતુ. આ અંગે પાવર ટ્રેક ગ્રુપના ચેરમેન કીશોરસિંહ ઝાલાએ જણાવ્યુ કે,
સામાન્ય રીતે 1 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવામાં 6 માસનો સમય લાગે છે. જયારે આ સોલાર પેનલ થકી 2 થી અઢી માસમાં એક મેગાવોટ વીજળી ઉત્પન્ન થશે. આ પેનલ થકી ઓછી જગ્યામાં વધુ વીજળી મળશે. અને શીયાળો અને ચોમાસાના બહુ સૌરઉર્જા ન નીકળે ત્યારે પણ આ પેનલ થકી વીજળી ઉત્પન્ન કરી શકાશે. લોજીસ્ટીકમાં તે આસાન હોવાથી ટ્રાન્સપોર્ટેશનમાં પણ ફાયદો થશે. યુરોપીયન કંટ્રીમાં આ સોલાર પેનલ વપરાય છે. ત્યારે દેશમાં સૌ પ્રથમ વખત આ સોલાર પેનલનું ઉત્પાદન શરૂ કર્યુ છે.