પરિણીતા ગુમ થયાની પોલીસ ફરિયાદ

24 January 2023 01:59 PM
Surendaranagar
  • પરિણીતા ગુમ થયાની પોલીસ ફરિયાદ

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા.24 : સુરેન્દ્રનગરના દુધરેજ ગામમાં પટેલ શેરીમાં રહેતા ખેડૂત 31 વર્ષીય કુલદીપભાઈ સુખદેવભાઈ લાદોલા પટેલના લગ્ન રતનપરના અસ્મીતાબેન સાથે થયા હતા. તા. 30 નવેમ્બર 2022ના રોજ અસ્મીતાબેન સવારે 8 વાગ્યે ઘરેથી કોઈને કાંઈ કહ્યા વગર ચાલ્યા ગયા છે. સગા-સબંધીઓને ત્યાં અને અસ્મીતાબેનના પીયર શોધખોળ કરવા છતાં કોઈ અત્તો પતો લાગતા અંતે કુલદીપભાઈએ 22 વર્ષીય અસ્મીતાબેન ગુમ થયાની એ ડિવીઝન પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ બીટ જમાદાર કાંતીલાલ પરમાર અને વી.એમ.ડેર ચલાવી રહ્યા છે.


Advertisement
Advertisement
Advertisement