વેરાવળ, તા.24
યાત્રાધામ સોમનાથ ખાતે છેલ્લા પંદરેક દિવસથી એક આઘેડ ભીખ માંગી બીજા ગરીબોને દાન કરતા હોય જેની પુછપરછ કરતા તેઓ જામનગરના હોવાનું બહાર આવતા તેમના પરીવારજનોને બોલાવી આઘેડને સોપી માનવતાનું ઉદાહરણ પૂરૂ પાડેલ છે.આ અંગે આર.આર..એસ. ના સભ્ય પીયુષભાઇ ભટ્ટે જણાવેલ કે, છેલ્લા દસ પંદર દિવસથી એક માનસિક રીતે બીમાર એક આધેડ સોમનાથ મંદિર નજીકમાં ભીખ માંગી અને બીજા ગરીબ લોકોને દાન કરી દેતા હોય.
જેને બે દિવસ પહેલા રાત્રીના સમયે પ્રભાસ પાટણના રહેવાસી અને આર.આર.એસ. ના સભ્ય પીયશુભાઇ ભટ્ટ એ ચા નાસ્તો કરાવી તેમના પરીવાર વિશે પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તે જામનગરના ઠેબા ગામનો નિલેશભાઈ મુંગરા છે અને આટલી માહિતી પૂરતી હોવાથી જામનગર ખાતે સંઘના કાર્યકર્તાને જાણ કરતા તેમનાં પરિવારનો સંપર્ક થયેલ હોય જેથી નિલેશભાઇના કાકા તેમજ નાના ભાઈ તેમને લેવા માટે સોમનાથ આવી પહોંચ્યા હતાં અને તેઓને નિલેશભાઇને સોંપતા એક અલગ આનંદની અનુભૂતિ પ્રાપ્ત થયેલ હોવાનું પીયુષભાઇ ભટ્ટે જણાવેલ હતું.