જુનાગઢમાં જુગાર રમતી પાંચ મહિલા સહિત છ પકડાયા

24 January 2023 03:04 PM
Junagadh
  • જુનાગઢમાં જુગાર રમતી પાંચ મહિલા સહિત છ પકડાયા

વંથલીની કાજળીયાળા સીમમાંથી સગીરાનું બાઈકમાં અપહરણ

જુનાગઢ તા.24
જુનાગઢ બી ડીવીઝન હદને ઝાંઝરડા રોડ પર જાહેરમાં જુગઠુ ખેલતા 5 મહિલા સહિત 6ને દબોચી લીધા હતા. ઝાંઝરડા રોડ મંદિર-1 એપાર્ટમેન્ટ ગરબી ચોક ખાતે જાહેરમાં જુગટુ ખેલતા ઝાંઝીબેન હીરા પરબત રે. નાંખરખી, બીના ઉર્ફે દિવ્યાબેન નરેશ વિસનદાસ મોટવાણી, વિલાશબેન ઉર્ફે સોનલ મનીષ મણીલાલ ભલાણી, વાસંતીબેન ચંદુ વિઠલાણી, શોભનાબેન જગદીશ સંતોકી રે. નાંદરખી અને ચીરાગ વલ્લભ ભલાણીને રોકડ રૂા.10,585 સાથે દબોચી લીધા હતા.

સગીરાનું અપહરણ
વંથલી પોલીસમાં મોઢા ઉપર કાળા કલરનો રૂમાલ કે ચુંદડી બાંધેલ કાળા કલરનો કોટ પહેરેલ મો.સા.ચાલક સામે દેવાયતભાઈ ભીમભાઈ જીંજીવાડીયા કોળી (ઉ.30) રે. બંધડાએ જણાવ્યા મુજબ તેમની દીકરી રુતીકા ઉ.વ.9 વર્ષ વાળી ગઈકાલે સવારે 11ના સુમારે વાડીએથી ભણવા બંધડા ગામે જતી હતી. ત્યારે મો.સા. ઉપર આવેલ શખ્સે મોઢા ઉપર કાળો રૂમાલ કે ચુંદડી બાંધેલ તેમજ કાળો કોટ પહેરેલ અજાણ્યા શખ્સે પાછળથી આવી રૂતિકા પાસે મો.સા. ઉભુ રાખી શાળાએ મુકી જવાનું કહેતા રુતિકાએ ના પાડતા તે શખ્સે મો.સા.માં બેસાડી દેતા રૂતિકાએ નીચે ઉતારી દે તેમ કહી બે લાફા મારી દેવાની વાત કરતા આરોપી ભાગી છુટયો હતો. બંધડા ગામના ભીખુભાઈ ઉકાભાઈ રાઠોડના દિકરા ભાવીન (ઉ.13)ને પણ આ આરોપી અપહરણ કરવાના ઈરાદે કાજલીયાળા ગામે મોટર સાયકલમાં ભણવા મુકી જવાનું કહેતા ભાવીને મોટર સાયકલમાં બેસવાની ના પાડી દેતા અપહરણની કોશીષ કર્યાની ફરીયાદ વંથલી પોલીસમાં નોંધાતા માણાવદર ઈન્ચાર્જ પીએસઆઈએ તપાસ હાથ ધરી છે.


Advertisement
Advertisement
Advertisement