સાવરકુંડલામાં રત્ન કલાકાર યુવાનને લગ્નની લાલચ આપી શીશામાં ઉતારનાર ટોળકી ઝડપાઇ

24 January 2023 03:05 PM
Amreli
  • સાવરકુંડલામાં રત્ન કલાકાર યુવાનને લગ્નની લાલચ આપી શીશામાં ઉતારનાર ટોળકી ઝડપાઇ

રૂા.1.90 લાખ પડાવનાર ત્રણ મહિલા સહિત 4 પકડાયા

(મિલાપ રૂપારેલ) અમરેલી, તા. 24
સાવરકુંડલા ગામે રહેતા અને હીરા ઘસવાનું કામ કરતાં નિકુંજભાઈ અશોકભાઈ મંગાણ નામના રત્ન કલાકારને ચાર મહીલા સહીત પાંચ આરોપીઓએ કાવતરૂ રચી પોતાનાં આર્થિક ફાયદા માટે અને પોતાનો સમાન ઈરાદો પાર પાડવા રત્ન કલાકારને લગ્નની લાલચઆપી અને સેંજલ નામની છોકરી બતાવેલ હોય જે છોકરી ખરેખર મુસ્કાન શેખ હોય એ રીતે આરોપીઓએ પોતાનાં સેંજલ, ગીતા અને કાજલ જેવા ખોટા નામો ધારણ કરી રત્ન કલાકાર સાથે લગ્ન/ફુલહાર કરાવી અને લગ્ન પેટે રૂા.1,90,000ની રકમ બદદાનતથી મેળવી લઈ અને રત્ન કલાકાર સાથે લગ્ન અંગેની છેતરપીંડી કરી ઠગાઈ કરી રત્ન કલાકારે આરોપીઓને આપેલ નાણાં પરત મેળવવા તેઓને અવાર-નવાર આરોપીને કહેવા છતાં આરોપીએ રત્ન કલાકારને અવાર-નવાર વિશ્વાસ આપી નાણા પરત નહી આપી, ઓળવી જઈ વિશ્ર્વાસઘાત અને છેતરપીંડી કરી ગુન્હો કરેલ હોય આ અંગે સાવરકુંડલા રૂરલ પોલીસમાં ફરીયાદ નોંધાય હતી.આ બનાવ અંગે પોલીસે તપાસ હા ધરી અને આરોપી કીશોરભાઈ મગનભાઈ મકવાણા (મીસ્ત્રી) (રહે.થોરડી, તા.સાવરકુંડલા), તાહેરા ઉર્ફે મુસ્કાન ઉર્ફે કાજલ વા/ઓ સઈદ અમજદ મલિક, (રે.હાલ સુરત લીબાયત), મુસ્કાન ઉર્ફે સેંજલ વા/ઓ ઈકબાદ ઈસ્માઈલ શેખ, (રે.હાલ સુરત, લીંબાયત) તથા પરવીનબી ઉર્ફે ગીતા ફીરોજશાહ સુપડુશાહ શાહ,(રે.સુરત લીંબાયત) સહીત ચારને રોકડ રકમ રોકડ રૂા.95000 ના મુદામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.ઝડપાયેલ આરોપીઓએ સને ર019ની સાલમાં સાવરકુંડલા તાલુકાના દેતડ ગામનાં લગ્નવાંચ્છુક એક યુવક સાથે તથા સને7/2022ના સમયગાળામાં બાબરા ટાઉન હવેલી શેરીનાં યુવક સાથે અને તેમજ સને 10/ર0રરના સમગગાળામાં સાવરકુંડલા ટાઉનના ભુવારોડે રહેતા લગ્નવાંચ્છુક વ્યકિતને ટાર્ગેટ બનાવી તેમની સાથે અલગ-અલગ રકમોની છેતરપીંડી તથા વિશ્વાસઘાત કરેલ હોવાની પણ કબુલાત આપતાં પોલીસે આ તમામ બનાવ અંગે પણ આગળની તપાસ હાથ ધરી છે.

મોબાઇની ચોરી
સાવરકુંડલા ગામે રહેતા અને હેર કટીંગની દુકાન ચલાવતા દીપકભાઈમામૈયાભાઈ મેસુરીયા નામનાં ર9 વર્ષીય યુવક પોતાની દુકાનમાં કામ કરતા હતા ત્યારે તે જ ગામે રહેતા અલ્તાફભાઈ ઉસ્માનભાઈ જાખરા નામનાં ઈસમે દુકાનમાં આવી પોતાનો મોબાઈલ ફોન રૂા. 14000નો ચાર્જીંગમાં મુકેલ તે ચોરી લીધો હોય. આ અંગે યુવકે આરોપી પાસે મોબાઈલ માગતા આરોપી અલ્તાફભાઈએ યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.


Advertisement
Advertisement
Advertisement