મહુવા-સુરત ટ્રેનને દામનગર સ્ટોપ મળ્યો

24 January 2023 03:06 PM
Amreli
  • મહુવા-સુરત ટ્રેનને દામનગર સ્ટોપ મળ્યો

ધારાસભ્ય તળાવીયાની રજૂઆતને સફળતા મળી

(દિપક કનૈયા)
બાબરા, તા.24
બાબરા લાઠી દામનગર વિસ્તાર ના જાગૃત ધારાસભ્ય જનકભાઈ તળાવીયા દ્વારા મહુવા થી સુરત ટ્રેન ને દામનગર સ્ટોપ આપવા માટે સાંસદ નારણભાઇ કાછડીયા અને રેલ્વે મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ ને લેખીત રજુઆત કરવામાં આવી હતી.

રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે આ તકે આ નિર્ણય ને આવકારી સાંસદ નારણભાઇ કાછડીયા અને રેલ્વે મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ નો આભાર વ્યક્ત કર્યો હતો. ધારાસભ્ય જનકભાઈ તળાવીયા એ જણાવ્યું હતું કે બાબરા લાઠી દામનગર સહીત ના ગામો ના લોકો ને આ ટ્રેન નો લાભ મળશે ધારાસભ્ય જનકભાઈ તળાવીયા ની સતત જાગૃતતાના કારણે લાઠી વિધાનસભા વિસ્તારમાં છેવાડાના વિસ્તારોમાં સુધી વિકાસ ના કામો તેમજ લોકો સુવિધા ઉપલબ્ધ કરવા માટે સતત પ્રયત્નશીલ રહી લોકો ના કામો બાબતે અગ્રેસર રહી એક સાચા અર્થમાં ગરીબોના અને લોકો ના પ્રતિનિધિ તરીકે સારી એવી કામગીરી નિભાવી રહ્યા છે મહુવા થી સુરત ટ્રેન ને સ્ટોપ આપવા બદલ જનકભાઈ તળાવીયા ને ઠેર ઠેર થી અભિનંદન શુભેચ્છા મળી રહી છે.


Advertisement
Advertisement
Advertisement