જુનાગઢ મહાનગરને ફાટક મુકત કરવા ચેમ્બરની માંગ

24 January 2023 03:07 PM
Junagadh
  • જુનાગઢ મહાનગરને ફાટક મુકત કરવા ચેમ્બરની માંગ

પ્લાસવાથી શાપુર સ્ટેશન સુધીની જમીન સંપાદન કરવા રજુઆત

જુનાગઢ, તા. ર4
પશ્ર્ચિમ રેલવેના જનરલ મેનેજર અશોક મિશ્રા શનિવારના જેતલસર ખાતે આવેલ મુલાકાતમાં જુનાગઢ ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારોએ જુનાગઢને સંપૂર્ણ ફાટક મુકત કરવાની માંગણી કરી હતી રેલવેની ભરતીની હાલની કામગીરી ચાલી રહી છે. તેના પરથી દેખાય આવે છે કે જુનાગઢમાંથી મીટર ગેજ ટ્રેનોના ફાટકો દુર કરવા માંગતા નથી જુનાગઢ વિસાવદર બ્રોડગેજની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યારે હાલની મીટર ગેજ લાઇન વિસાવદરથી પ્લાસવા સુધી ક્ધવર્ઝનનું કામ થાય છે અને પ્લાસવાથી શાપુર સ્ટેશન સુધી એટલે કે અંદાજીત 6 કિ.મી.ની જમીન સંપાદન કરી જોડી દેવામાં આવે તો જુનાગઢ શહેર મધ્યેના રેલ્વે ફાટક કે ઓવરબ્રીજ કે અંડરબ્રીજનો પ્રશ્ર્ન એક ઝાપટકે સહેલાઇથી ઉકેલી શકાય તેમ છે.

હાલ શાપુર-સરાડિયાનો સર્વે હાથ ધરવામાં આવેલ છે તેની યોગ્ય કાર્યવાહી કરવાની ચેમ્બરના ેક્રેટરી સંજયભાઇ પુરોહિત અને મહામંત્રી મશેભાઇ દેસાઇએ કરી છે. ભાવનગર ડીવીઝન સાથે જુનાગઢને જોડતી એક પણ ટ્રેન નથી હાલ શરૂ થયેલી ભાવનગર જેતલસર ટ્રેનને જુનાગઢ વેરાવળ સાથે જોડવાની માંગ કરી સોમનાથ ખાતે અતિ આધુનિક રેલવે સ્ટેશન ના નિર્માણનું કામ ચાલી રહ્યું છે ત્યારે લાંબા અંતરની ટ્રેન શરૂ થઇ શકે તે પ્રકારે રેલવે યાર્ડ નિર્માણ કાર્ય થવું જોઇએ. અદ્યતન રેલવે સ્ટેશનનો બનશે પણ ટ્રેન જ ન હોય તો સોમનાથ જયોતિર્લિંગને દેશ સાથે રેલવે માર્ગ જોડી શકાશે નહી. જુનાગઢ રેલવે સ્ટેશનમાં કાર પાર્કિંગની જગ્યા ખુબ જ ઓછી છે જે પાછળના ભાગે ખાલી પડેલી જગ્યાનો ઉપયોગ પાર્કિંગ માટેની માંગણી કરવામાં આવી છે જેથી વિવિધ માંગણીઓ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કરવામાં આવી છે.


Advertisement
Advertisement
Advertisement