નવી દિલ્હી તા.24 : ભારતમાં મોબાઈલ ધારકો વધતા જાય છે ઉપરાંત હવે મોંઘા મોબાઈલનો ક્રેઝ પણ આગળ વધતો જાય છે તે વચ્ચે ભારતમાં મોબાઈલની વધેલી દાણચોરી સામે હવે આકરા પગલા માટે તૈયારી છે. નાણામંત્રાલયે મોબાઈલ પરની બેઝીક કસ્ટમ ડયુટી ઘટાડવા માટે દરખાસ્ત કરી છે. રૂા.35 હજાર કે તેથી વધુ કિંમતના મોબાઈલ પરની આ ડયુટી ઘટશે.
ઈન્ડીયન સેલ્યુલર એન્ડ ઈલેકટ્રોનીક એસો. દ્વારા સરકારને ભલામણ કરી છે અને તેઓએ નીચી કિંમતના મોબાઈલની આયાત-જકાત પણ વધારવા માટે જણાવ્યું હતું. નાણામંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ મોંઘા મોબાઈલ પરની બેઝીક કસ્ટમ ડયુટી રૂા.8 હજાર સુધી પ્રતિ ફોન વધારાશે. ભારતમાં મોંઘા મોબાઈલની દાણચોરી વધી છે. વિદેશથી આયાત થતા મોબાઈલ પર એકંદરે 45 ટકા ટેકસ લાગે છે અને તેના કારણે ભારત અને વિદેશમાં એકજ બ્રાન્ડના મોબાઈલની કિંમતમાં 40થી50 હજાર સુધીનો તફાવત રહે છે.
ખાસ કરીને દુબઈથી ભારતમાં મોબાઈલની દાણચોરી વધી છે. આઈફોન-14 પ્રો. કે જે 128 જીબીનો આવે છે તેનો દુબઈમાં ભાવ 34204 રૂપિયા છે. જે દાણચોરો માટે આકર્ષક ભાવ ગણાય છે અને ભારતમાં તેઓ આ મોબાઈલ પર ઓછામાં ઓછા પંદર થી વીશ હજાર વધારે કમાઈ શકે છે.