કોડીનારના ધારાસભ્ય ડો.પ્રદ્યુમન વાજાના હસ્તે બી.એસ.કે.સી લાઇબ્રેરીનું ઉદ્ઘાટન

24 January 2023 03:11 PM
Veraval
  • કોડીનારના ધારાસભ્ય ડો.પ્રદ્યુમન વાજાના હસ્તે બી.એસ.કે.સી લાઇબ્રેરીનું ઉદ્ઘાટન
  • કોડીનારના ધારાસભ્ય ડો.પ્રદ્યુમન વાજાના હસ્તે બી.એસ.કે.સી લાઇબ્રેરીનું ઉદ્ઘાટન

કોડીનાર, તા.24
કોડીનાર ના ધારાસભ્ય ડો. પ્રદ્યુમન વાજા દ્વારા કોડીનાર શહેરમાં આજ રોજ અનુસૂચિત જાતિ સમાજના યુવાઓની રોજગારી અને પ્રશિક્ષણ માટે કાર્યરત બી.એસ.કે.સી આઇ.એ.એસ સ્ટડી સેન્ટર ખાતે પ્રબુદ્ધ પુસ્તકાલય નું ઉદઘાટન કરી યુવા ભાઈઓ બહેનો માટે ખુલ્લી મૂકવામાં આવ્યું. તેમજ આ સ્ટડી સેન્ટર ને રૂપિયા પાંચ લાખ નું અનુદાન ધારાસભ્યની ગ્રાંટમાથી ફાળવવામાં આવ્યા હતા તેમજ ગરીબ અને જરૂરિયાતમંદ અનુસૂચિત જાતિ સમાજની દીકરીઓને શિક્ષણ માટે દતક લેવાની ધારાસભ્ય દ્વારા જાહેરાત કરી હતી અને સ્ટડી સેન્ટરને વધુમાં વધુ સુવિધાયુક્ત બનાવવા માટે તજજ્ઞોની ટીમ તેમજ ઓનલાઇન અને ઓફલાઇન પ્રશિક્ષણ માટે જાહેરાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે આ ખાસ પ્રસંગે કોડીનાર તાલુકાના અગ્રણી અને પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી દ્વારા રૂબરૂ હાજર રહીને ખાસ પ્રોત્સાહક મુલાકાત લઈને તમામ પ્રકારની મદદ કરવાની જાહેરાત કરી હતી. મહેમાનો દ્વારા અનુસૂચિત જાતિ સમાજના યુવા ભાઈઓ બહેનો વધુમાં વધુ સરકારી સેવાઓમાં જોડાય તેની તાલીમ માટે તેમજ કારકીર્દી માટે મદદની જાહેરાત કરી હતી. તેમજ તમામ પ્રકારે સમાજમાં સકારાત્મક પ્રવૃત્તિ થાય તે માટે હકારત્મક દ્રષ્ટિકોણ કેળવી યુવાઓમાં રાષ્ટ્રીય ભાવના કેળવાય અને દેશની સેવા કરે તેવી કામના કરી હતી આ કાર્યક્રમ માં તાલુકા પ્રમુખ ભગુભાઈ પરમાર, યોગેશભાઈ વાઢેળ, વડનગર ગ્રામ પંચાયતમાંથી ભાણજીભાઈ રાઠોડ, ન્યાય સમિતિ ચેરમેન પરબતભાઇ વાઢેળ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ ને સફળ બનાવવા બીએસકેસી મેનેજમેન્ટ ટીમ હિતેશ ઝાલા, સામાજિક અગ્રણી અશોકભાઈ વાઢેળ,પરેશભાઈ, ચિરાગભાઈ, નિલેશભાઈ અને મહેશભાઈ તેમજ વિધાર્થીઓની ભાઈઓ બહેનોની ટીમ દ્વારા જહેમત ઉઠાવી હતી.


Advertisement
Advertisement
Advertisement