(પ્રશાંત જયસ્વાલ / વિશાલ જયસ્વાલ) હળવદ, તા. ર4
ધ્રાંગધ્રાના આર્ટીસ્ટ શંભુભાઇ મિસ્ત્રીએ નેતાજી સુભાષચંદ્ર બોઝનું રેખાચિત્ર બનાવ્યું છે. ધ્રાંગધ્રાના આ કલાકાર જે દેશ પ્રેમ અને દેશ પ્રત્યે ભાવના વ્યકત કરતી શ્રેષ્ઠ મોડર્ન આર્ટ રેખાચિત્રો બનાવે છે.
અગાઉ પણ મહાત્મા ગાંધીજી સરદાર પટેલ ભગતસિંહ કારગીલ વિજય દિવસ ભારતીય સેના દિવસ અટલ બિહારી વાજપાઇ નરેન્દ્ર મોદીજી વગેરે મહાન વ્યકિતઓના ચિત્રો બનાવી ચુકયા છે. નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1897ના રોજ થયો હતો. સુભાષચંદ્ર બોઝભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણી નેતા હતા.
બીજા વિશ્ર્વયુધ્ધ દરમિયાન અંગ્રેજો સામે લડવા માટે તેમણે જાપાનની મદદથી આઝાદ હિંદ ફોજની રચના કરી હતી. તેમના દ્વારા આપવામાં આવેલ જય હિન્દનો નારા ભારતનો રાષ્ટ્રીય સૂત્ર બની ગયો છે. શંભુભાઇ મિસ્ત્રી દેશપ્રેમ અને ઇતિહાસના વિરસપુતો દેશ માટે બલિદાન આપીને દેશના સપુતોના રેખાચિત્રો બનાવી અનોખી રીતે દેશભાવના વ્યકત કરે છે.