ગીર સોમનાથના ચાંડુવાવ ખાતે રાત્રીસભા યોજતા કલેક્ટર આર.જી.ગોહિલ

24 January 2023 03:14 PM
Veraval
  • ગીર સોમનાથના ચાંડુવાવ ખાતે રાત્રીસભા યોજતા કલેક્ટર આર.જી.ગોહિલ

રાત્રીસભામાં કલેક્ટરે કરી ગ્રામજનોના વિવિધ પ્રશ્નોની ચર્ચા

(દેવાભાઈ રાઠોડ)
પ્રભાસપાટણ, તા.24
ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર આર.જી.ગોહિલના અધ્યક્ષ સ્થાને ચાંડુવાવ ખાતે રાત્રિસભા યોજાઈ હતી. જેમાં ગ્રામજનો સાથે અધિકારીઓએ સીધો સંવાદ યોજ્યો હતો તેમજ ગ્રામજનોને પડતી મુશ્કેલીઓ બાબતે વિવિધ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.આ રાત્રિ સભામાં વિવિધ વિભાગના અધિકારીઓએ ઉપસ્થિત ગ્રામજનોને સરકારની વિવિધ હેતુલક્ષી યોજનાઓથી માહિતગાર કર્યા હતા
તેમજ કલેક્ટરે લોકોના પ્રશ્ન અંગે સંબંધિત વિભાગોને સૂચના આપવામાં આવી હતી તેમજ સરકાર ની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામા આવ્યું હતું. આ કાર્યક્રમમાં મામલતદાર આરઝૂ ગજ્જરે શાબ્દિક સ્વાગત કર્યુ હતું તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહેસૂલી તલાટી એમ.એમ.રાવે કર્યુ હતું. આ કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક વાય .ડી વાસ્તવ, પ્રાંત અધિકારી સરયૂબા જસરોટિયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પલ્લવીબહેન બારૈયા તેમજ તાલુકાના અન્ય અધિકારી-કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


Advertisement
Advertisement
Advertisement