‘પઠાન’ની રિલીઝ પર શાહરૂખને વીશ કરવા ફેન્સ બંગલે ઉમટયા

24 January 2023 03:30 PM
Entertainment India
  • ‘પઠાન’ની રિલીઝ પર શાહરૂખને વીશ કરવા ફેન્સ બંગલે ઉમટયા

શાહરૂખે હાથ જોડી અભિવાદન કર્યુ

મુંબઈ: સામાન્ય રીતે શાહરૂખખાનનાં જન્મ દિવસે ફેન્સ તેને વીશ કરવા તેની એક ઝલક મેળવવા તેના મન્નત બંગલાની બહાર ઉમટી પડતા હોય છે.પણ આ વખતે કંઈક અલગ દ્રશ્ય જોવા મળ્યું. ફેન્સની ભારે ભીડ મન્નતની બહાર એકઠી થઈ ગઈ હતી તેનું કારણ ‘પઠાન’ની રિલીઝ હતી. પઠાનની રિલીઝને લઈને ફેન્સ શાહરૂખખાનને શુભેચ્છા આપવા ઉમટયા હતા.

ફેન્સને જોઈ શાહરૂખખાન ઘરની છતની ઉપર આવ્યો હતો અને રેલીંગ પર ચડીને પોતાની સ્ટાઈલમાં ફેન્સનો ખુબ જ પ્રેમ માટે આભાર માન્યો હતો. ફેન્સના પ્રેમને શાહરૂખે પોતાના દિલમાં સમાવ્યા અને બે હાથ જોડયા.

શાહરૂખના બંગલે ફેન્સની ભારે ભીડથી રસ્તાની બન્ને બાજુ ટ્રાફીક જામ થઈ ગયો હતો તેના માટે શાહરૂખ ટ્રાફીક મેનેજ કરનારાઓની માફી પણ માંગી હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement