રાજકોટ, તા. 24
સુરેન્દ્રનગર ખાતેની ભાજપની કારોબારીમાં 2022ના વિજયને આંકડાઓમાં પણ મૂલવીને આગળના સમયનો રોડ મેપ તૈયાર કરાયો છે. કાર્યાલયમાં રજૂ થયેલ અભ્યાસ પેપર મુજબ 2017માં ભાજપને કુલ 49248માંથી 18204 બુથમાં એટલે કે 37.73% બુથમાં ખાધનો સામનો કરવો પડયો હતો.
પરંતુ 2022માં કુલ 51782માંથી 15784 બુથમાં ખાધ સહન કરવી પડી. આમ બુથ વધ્યા તોય ભાજપની ખાધ યથાવત રહી છે. અને મામુલી સુધારો જોવા મળ્યો છે. 2017માં ભાજપને 63% બુથોમાં સરસાઇ મળી હતી. જયારે 2022માં 69% સરસાઇ મળી.
લોકસભા ચૂંટણીમાં 2019માં ભાજપ 173 બેઠક પર સરસાઇ ધરાવતું હતું જેમાં 2022માં 150 બેઠકો પર ભાજપને વિજય મળ્યો એટલે કે લોકસભાની સરસાઇ 23 બેઠકમાં ધોવાઇ જેની સામે 6 બેઠકો ભાજપે એવી જીતી કે 2019માં સરસાઇ મળી ન હતી આમ 156 બેઠકો ભાજપે જીતી, કોંગ્રેસે 2022માં જીતેલી 17 બેઠકોમાંથી 13 બેકઠો એવી છે કે લીડ 5000થી ઓછી છે.
આમ આદમી પાર્ટી અંગે પક્ષે કહ્યું કે, કુલ પાંચ બેઠકો પર વિજેતા જાહેર થયો અને 126 બેઠકો પર તેના ઉમેદવારોની ડિપોઝીટ ડુલ થઇ પરંતુ આમ આદમી પાર્ટી 35 બેઠકો પર કોંગ્રેસને પાછળ રાખીને નંબર-2 થયું તે નોંધ લીધી નથી. જોકે મહત્વનું એ છે કે મોટા ભાગની બેઠકોમાંથી ભાજપનો જીતનો માર્જીન ખુબ ઉંચો રહ્યો છે.