► પક્ષની રાષ્ટ્રીય કારોબારીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સલાહ પછી હવે એકશન: દરેક લોકસભા બેઠક પર 5000 મુસ્લીમ સભ્યો નોંધાશે
નવી દિલ્હી: દેશમાં છેલ્લા બે માસથી ગાજતા ‘પઠાણ’ વિવાદમાં અત્યંત આક્રમક બનેલા વિશ્ર્વ હિન્દુ પરિષદ તથા બજરંગદળ સહિતના હિન્દુવાદી સંગઠનોએ ‘તલવાર’ મ્યાન કરીને હવે જેને આ ફિલ્મ જોવી હોય તેને છૂટ છે તેવા વિધાન સાથે જે રીતે વિવાદ પુરો કર્યો તેમાં તાજેતરમાં યોજાનારી ઉતરપુર્વ સહિતના રાજયોની ધારાસભા ચૂંટણીઓ તથા ખાસ કરીને હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપની રાષ્ટ્રીય કારોબરીમાં પ્રથમ વખત મુસ્લીમો સુધી પહોંચી જવા અને તેમને ભાજપની વિચારધારા સાથે લાવવા જે અપીલ કરી હતી તેનો પ્રભાવ ગણાવે છે. ભાજપે 2024ની લોકસભા ચૂંટણીની તૈયારી કરી છે જેમાં ઓછામાં ઓછી 60 લોકસભા બેઠકો એવી છે જે મુસ્લીમ બહુમતી મતદારો નિર્ણાયક છે અને તેમાં મોટાભાગની બેઠકો પર વિપક્ષના સાંસદો છે.
► 60 લોકસભા મતક્ષેત્રમાં સ્કુટર રેલી: ‘સ્નેહ’ મિલન: છતાં તૃષ્ટીકરણનો સંદેશ જાય નહી તે ચિવટ રાખશે
જો કે ભાજપે તેના સંગઠન કે સરકારમાં કોઈ મોટો મુસ્લીમ ચહેરો રાક્યો નથી. અગાઉ મુખ્તાર અબ્બાસ નકવી અને શાહનવાઝ હુસેન જેવા સિનીયર નેતાઓ હતા. જેઓ પણ હવે ભાજપમાં સાઈડલાઈન થયા છે. ભાજપ અને ખાસ કરીને મોદી મુસ્લીમ એકઠો નવેસરથી ઘુટવા માંગે છે. ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ જમાલ સિદીકી એ કહ્યું કે અમો એક રાજકીય પક્ષ છે અને કોઈ સમુદાયથી અમો અંતર રાખી શકીએ નહી પઠાણનો વિવાદ વાસ્તવમાં મધ્યપ્રદેશના મંત્રી નરોતમ મિશ્રાએ દિપીકા પદુકોણેના બીકીની કોચ્યુમના રંગ પર પ્રશ્ન ઉઠાવ્યો અને હિન્દુવાદી સંગઠનોએ તે ઉપાડી લીધો અતે બહિષ્કારના હાકલા પડકારા થયા. હવે ફિલ્મોમાં બિનજરૂરી વિધાનોથી વિવાદ ઉભો નહી કરવા વડાપ્રધાને સારી ભાષામાં પણ જે કડક સંદેશ આપી દીધો પછી હવે નરોતમ મિશ્રાજ કહે છે
► પઠાણ વિવાદ શરૂ કરનાર મધ્યપ્રદેશના મંત્રી મિશ્રા પણ કહે છે મોદીનો આદેશ શિરોમાન્ય: હિન્દુ સંગઠનોએ પણ તલવાર મ્યાન કરી
વડાપ્રધાનના શબ્દો એ આખરી આદેશ છે અને પછી તેઓ હવે પઠાણ વિશે બોલતા નથી. ભાજપ લઘુમતી સેલની રાષ્ટ્રીય કારોબારી તા.1-2 ફેબ્રુઆરીના રોજ રાજસ્થાન કે છતીસગઢમાં યોજાશે. જો કે મોદી સરકાર કે ભાજપ એકંદરે મુસ્લીમ તુષ્ટીકરણનો કોઈ સંકેત જાય નહી તે નિશ્ર્ચિત કરશે તેને વિશાળ હિન્દુ સમુદાયના મત જે મળે છે તેમાં કોઈપણ રીતે ગાબડુ પડવા દેવા માંગતા નથી. ભાજપે હવે દરેક લોકસભા બેઠક દીઠ 5000 મુસ્લીમ સભ્યો નોંધશે. જો કે ગુજરાત ચૂંટણી અગાઉ ‘મુસ્લીમ-મિત્ર’ બનાવની યોજના હતી. તે કોઈ પ્રભાવ પાડી શકયા નથી અને ગુજરાતમાં ભાજપની જરૂર પણ નથી પણ અન્ય રાજયોમાં ભાજપ મુસ્લીમ ક્ષેત્રોમાં સ્કુટર યાત્રા શરૂ કરશે
► ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 13% મુસ્લીમોએ ભાજપને મત આપ્યા: અનેક બેઠકોમાં લઘુમતી ઉમેદવારોએ જ મતોનું વિભાજન કર્યુ: તે વ્યુહ ચાલુ રહેશે
અને પછી ભાઈચારા માટેના સંદેશ સાથે ‘સ્નેહમિલન’ યોજશે અને બાદમાં એપ્રિલ માસમાં દિલ્હીમાં 60 મુસ્લીમ પ્રભાવવાળા ક્ષેત્રોમાંથી 3 લાખ લોકોને દિલ્હીમાં આમંત્રીત કરી તે રેલીને વડાપ્રધાન ખુદ સંબોધીત કરશે. ભાજપને મુસ્લીમની નજદીકીયા ચૂંટણી ગણિતમાં મદદ કરે છે. યુપીએ 12% મુસ્લીમોએ ભાજપને મત આપ્યા હતા. ગુજરાતમાં 13% મુસ્લીમ મતદારોએ પણ ભાજપની સાથે રહેવાનું પસંદ કર્યુ હતું જેથી કચ્છની અમદાવાદ પટ્ટાની મુસ્લીમ પ્રભાવની બેઠકો જીતવામાં ભાજપને સફળતા મળી હતી. પક્ષ માને છે કે આ રીતે લઘુમતી મતોમાં ભાગલા પડશે જેનો લાભ ભાજપને મળશે. વિધાનસભા ચૂંટણીમાં અમદાવાદ-અબડાસા-સુરત સહિતની બેઠકો છે જે રીતે રેકોર્ડબ્રેક મુસ્લીમ ઉમેદવારો ઉભા રહ્યા તે પણ ‘સ્પોન્સર’ હતા તેવું પક્ષના જ એક સૂત્રએ સ્વીકાર્યું છે.