અમદાવાદથી હવાઈ મુસાફરી મોંઘી પડશે: 1 ફેબ્રુઆરીથી યુઝર ડેવલપમેન્ટ ફી વધશે

24 January 2023 03:55 PM
Ahmedabad
  • અમદાવાદથી હવાઈ મુસાફરી મોંઘી પડશે: 1 ફેબ્રુઆરીથી યુઝર ડેવલપમેન્ટ ફી વધશે

અમદાવાદ તા.24 : હવે અમદાવાદની હવાઈ મુસાફરી મોંઘી બનશે. અત્યાર સુધી ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ મુસાફરી કરનારા પેસેન્જર્સ માટે યુડીએફ (યુઝર ડેવલપમેન્ટ ફી) 100 રૂા. લેવામાં આવતી હતી પરંતુ 1 ફેબ્રુઆરી 2023 થી 31 માર્ચ 2024 સુધી ડોમેસ્ટીક માટે 250 રૂપિયા અને ઈન્ટરનેશનલ મુસાફરો માટે 550 રૂપિયા લેવામાં આવશે.

આટલું જ નહી 1 એપ્રિલ 2024થી 31 માર્ચ 2025 સુધી ડોમેસ્ટીકની કિંમત 450 રૂપિયા અને ઈન્ટરનેશનલની કિંમત રૂા.880 થશે. આ કિંમતમાં દર વર્ષે વધારો થશે. એપ્રિલ 2025થી માર્ચ 2026 સુધીના સમયગાળામાં આ રકમ વધીને ક્રમશ: 660 અને 1190 થઈ જશે. આ માહિતી એઈઆરએ (એરપોર્ટ ઈકોનોમીક રેગ્યુલેટરી ઓથોરીટી) અને સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ દ્વારા આપવામાં આવી છે. આવતા મહિનાથી એરોનોટીકલ શુલ્ક જેમ કે લેન્ડીંગ અને પાર્કીંગ ચાર્જ પણ વધવા જઈ રહ્યો છે.

આ પ્રકારના વધારાની સીધી અસર મુસાફરોની ટિકીટની કિંમત પર પડશે.1 ફેબ્રુઆરીનાં દિવસે અને ત્યારબાદથી જે ટિકીટ ઈશ્યુ કરવામાં આવશે. તેના પર નવા યુડીએફ લાગુ કરવામાં આવશે. ગૌતમ અદાણીની કંપની દ્વારા સંચાલીત અમદાવાદના એરપોર્ટ પર 1 ફેબ્રુઆરીથી વિવિધ શુલ્કમાં વધારો થશે.


Advertisement
Advertisement
Advertisement