અમુલના ચેરમેનપદે ફરી શામળ પટેલ: વાઈસ ચેરમેન તરીકે વાલમજી હુંબલ રીપીટ

24 January 2023 04:21 PM
Gujarat
  • અમુલના ચેરમેનપદે ફરી શામળ પટેલ: વાઈસ ચેરમેન તરીકે વાલમજી હુંબલ રીપીટ

ભારતની સહકારી ક્ષેત્રની સૌથી મોટી ડેરી તથા સહકારી ડેરીના સંગઠન ગુજરાત કો-ઓપરેટીવ મીલ્ક માર્કેટીંગ ફેડરેશન (અમૂલ)ના ચેરમેનપદે શામળ પટેલ ફરી વખત નિયુક્ત થયા છે તેવી જ રીતે વાલમજી હુંબલનો પણ વાઈસ ચેરમેન તરીકે રીપીટ કરવામાં આવ્યા છે. ચૂંટણી પુર્વે સર્જાયેલી ઉતેજનાનો અંત આવી ગયો છે.

અમૂલના મેનેજીંગ ડાયરેકટર આર.એસ.સોઢીના રાજીનામા બાદ સર્જાયેલી અનેકવિધ અટકળો વચ્ચે નવા હોદેદારોની ચૂંટણી રાખવામાં આવી હોવાથી જુદી-જુદી ચર્ચા થવા લાગી હતી. બન્ને હોદેદારો રીપીટ થતા અટકળો પર પૂર્ણવિરામ મુકાયુ છે.


Related News

Advertisement
Advertisement
Advertisement