સ્વામીનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ એસજીવીપી અમદાવાદ દ્વારા સંચાલીત સ્વામીનારાયણ ગુરુકુળ દ્રોણેશ્ર્વર ખાતે સંસ્થાના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજી તથા સ્વામી બાલકૃષ્ણદાસજીની નિશ્રામાં અનેકવિધ આયોજનો સાથે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો. જેમાં અખંડધૂન, ગૌપૂજન, રકતદાન કેમ્પ, નેત્રરોગ કેમ્પ, આયુર્વેદ કેમ્પ, કૃષિ પ્રદર્શન, ચારધામ દર્શન જેવા વિવિધ આયોજનો થયા હતા.