શેરબજારમાં સાવચેતી; મારૂતીમાં ઉછાળો: રાજકોટની રાધીકા જવેલર્સ-બોમ્બે સુપરમાં સર્કીંટ

24 January 2023 05:08 PM
Rajkot Business India
  • શેરબજારમાં સાવચેતી; મારૂતીમાં ઉછાળો: રાજકોટની રાધીકા જવેલર્સ-બોમ્બે સુપરમાં સર્કીંટ

કાલે વલણના છેલ્લા દિવસ પૂર્વે વેપાર સરખા કરવાનું માનસ

રાજકોટ તા.24
મુંબઈ શેરબજારમાં આજે બેતરફી વધઘટે સાવચેતીનું વલણ રહ્યું હતું. મારૂતીનું પરીણામ અફલાતુન આવતા તેમાં ઉછાળો હતો. શેરબજારમાં આજે શરૂઆત તેજીના ટોચે થઈ હતી. વિશ્વ બજારમાં પ્રોત્સાહક વલણ લોકલ ફંડોની લેવાલી, આગામી બજેટ વિશે આશાવાદ જેવા કારણોથી હેવીવેઈટ શેરોને ટેકો મળ્યો હતો.પરંતુ વિદેશી ઈન્વેસ્ટરોની વેચવાલી, આવતીકાલે જાન્યુઆરી ફયુચરનાં છેલ્લા દિવસ જેવા કારણોથી નફારૂપી વેચવાલી આવતા તેજી ટકી શકી ન હતી.

શેરબ્રોકરોના કહેવા પ્રમાણે આગામી બુધવારે પેશ થનારા બજેટ પૂર્વે ચાલૂ વલણનો કાલે છેલ્લો દિવસ છે. વેપાર કેરીઓવર કરવાનાં બદલે સરખા કરી લેવાનું માનસ હતુૂં. બજેટ પછી નવી પોઝીશન ઉભી કરવાનો ઓપરેટરોનો મૂડ હતો,. શેરબજારમાં આજે મારૂતી લાઈટમાં હતો. કંપનીનાં નફામાં 130 ટકાની વૃદ્ધિને પગલે ખરીદીમાં આકર્ષણ હતું.

એચડીએફસી, ઈન્ફોસીસ, એચડીએફસી બેંક, ટાટા મોટર્સ, એશીયન પેઈન્ટસ, બજાજ ઓટો ઉંચકાયા હતા. રાજકોટની કંપની રાધીકા જવેલર્સમાં 10 ટકા વધીને 265.35 ની સર્કીટ હતી.બોમ્બે સુપર પાંચ ટકાના વધારાથી 450.70 ની સર્કીટમાં હતો.બેંક શેરો દબાણમાં હોય તેમ આઈસીઆઈસીઆઈ બેંક, કોટક બેંક, સ્ટેટ બેંક, એકસીસ બેંક ઉપરાંત લાર્સન, નેસલે, પાવરગ્રીડ, રીલાયન્સ જેએસડબલ્યુમાં ઘટાડો હતો.

મુંબઈ શેરબજારનો સેન્સેકસ 39 પોઈન્ટ વધીને 60981 હતો તે ઉંચામાં 61266 તથા નીચામાં 60849 હતો. નીફટી 3 પોઈન્ટના ઘટાડાથી 18115 હતો તે ઉંચામાં 18201 તથા નીચામાં 18078 હતો.


Related News

Advertisement
Advertisement
Advertisement