બઠિંડા (પંજાબ) તા.24 : પંજાબનાં મુખ્યમંત્રી ભગવંતસિંહ માનને પ્રજાસતાક દિને ભટીંડામાં રમત સ્ટેડીયમમાં તિરંગો લહેરાવવા ગયા તો આરપીજી હુમલો કરી પતાવી દેવાની ધમકી શિખ ફોર જસ્ટીસનાં આતંકી ગુરપતવંતસિંહ પન્નાએ આપી છે. માનને ધમકી આપતા અને ખાલીસ્તાન જિંદાબાદનાં સુત્રો દિવાલ પર લખવામાં આવ્યા છે.
સોશ્યલ મીડીયામાં જાહેર વિડીયોમાં પન્નુએ માનને ધમકી આપતા કહ્યું છે કે જયાં ભટીંડામાં તિરંગો લહેરાવવા ભગવંતમાન જવાના છે. ત્યાં અમે હુમલો કરશુ. તેણે ધમકી આપી હતી કે બહેતર રહેશે કે માન તિરંગો ફરકાવવા ન જાય. તેણે ભટીંડાનાં લોકોને પણ ધમકી આપી છે કે તેઓ સ્ટેડીયમમાં ન જાય નહિં તો તમે પીસાઈ જશો. આ મામલે ભટીંડાના એસએસપી ચેજીયને જણાવ્યું હતું કે આ મામલાની તપાસ થઈ રહી છે અને જયાં જયાં સુત્રો લખાયા છે ત્યાં પોલીસની ટીમો મોકલી દેવાઈ છે અને લખનારા આરોપીઓની તલાસ માટે સીસીટીવી ફુટેજમાં તપાસ થઈ રહી છે.